આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

દિયોદર રેલ્વે સ્ટેશને શનિવારે ટ્રેનની અડફેટે એક યુવક આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા તેને દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ગંભીર ઇજાઓને કારણે તેને તાત્કાલિક પાટણ ધારપુર સિવીલ ખાતે રીફર કરાયો હતો. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

બનાસકાંઠાના દિયોદર રેલ્વે સ્ટેશને શનિવારે ભુજ-પાલનપુર પેસન્જર ટ્રેન પસાર થઇ રહી હતી. તે વખતે મીઠા-ભાભરના સુરેશભાઇ દાનાભાઇ બારોટ ટ્રેનની અડફેટે આવી જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે તેમને સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં ડોકટરે વધુ સારવાર માટે તેમને પાટણ ધારપુર સિવીલ રીફર કર્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code