બ્રેકિંગ@દિયોદર: આસિસ્ટન્ટ ઇજનેરના 5 વાર જામીન નામંજૂર, ACB કેસમાં પ્રથમવાર 242 દિવસ જેલવાસ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી દિયોદર માર્ગ મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર લાંચ કેસમાં ઝડપાયા બાદ સતત પાંચમી વાર તેના જામીન નામંજૂર થયા છે. ACB કેસના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઇ આરોપી 242 દિવસથી જેલમાં હોવાનું મનાઇ રહ્યુ છે. નોંધનિય છે કે, લાંચિયા અધિક મદદનીશે અગાઉ અનુક્રમે બીફોર ચાર્જસીટ રેગ્યુલર જામીન(ડીસા), આફ્ટર ચાર્જસીટ રેગ્યુલર જામીન(ડીસા), હાઇકોર્ટમાં
 
બ્રેકિંગ@દિયોદર: આસિસ્ટન્ટ ઇજનેરના 5 વાર જામીન નામંજૂર, ACB કેસમાં પ્રથમવાર 242 દિવસ જેલવાસ

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

દિયોદર માર્ગ મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર લાંચ કેસમાં ઝડપાયા બાદ સતત પાંચમી વાર તેના જામીન નામંજૂર થયા છે. ACB કેસના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઇ આરોપી 242 દિવસથી જેલમાં હોવાનું મનાઇ રહ્યુ છે. નોંધનિય છે કે, લાંચિયા અધિક મદદનીશે અગાઉ અનુક્રમે બીફોર ચાર્જસીટ રેગ્યુલર જામીન(ડીસા), આફ્ટર ચાર્જસીટ રેગ્યુલર જામીન(ડીસા), હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અને સુપ્રિમમાં રેગ્યુલર જામીન મુક્યા બાદ નામંજુર થયા હતા. જે બાદમાં ડીસા સેશન્સ કોર્ટમાં આફ્ટર ચાર્જસીટ રેગ્યુલર જામીન અરજી મુકતાં કોર્ટે નામંજૂર કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદર માર્ગ મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેરના લાંચ કેસમાં સતત પાંચમી વાર જામીન નામંજૂર થયા છે. રાહુલ બાબુભાઈ પટેલ તા.07/08/2020ના રોજ રૂ.42,000 લાંચ પેટે સ્વિકારતા સ્વીકારતા ડીસા-પાટણ હાઇવેથી પકડાઈ ગયો હતો. આ તરફ પ્રથમ બીફોર ચાર્જસીટ રેગ્યુલર જામીન ડીસા સેશન્સ કોર્ટમાં મુકતાં કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. જે બાદમાં આફ્ટર ચાર્જસીટ રેગ્યુલર જામીન ડીસા કોર્ટમાં મુકતાં જામીન અરજી નામંજૂર થતાં આરોપીએ હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મુકતાં હાઇકોર્ટે પણ નામંજૂર કર્યા હતા. જે બાદમાં તેણે છેક સુપ્રિમ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકતાં સુપ્રિમે પણ જામીન નામંજૂર કર્યા હતા. આ તરફ ગઇકાલે ફરી એકવાર ડીસા કોર્ટમાં જામીન અરજી મુકતાં કોર્ટે નામંજૂર કરી છે

બ્રેકિંગ@દિયોદર: આસિસ્ટન્ટ ઇજનેરના 5 વાર જામીન નામંજૂર, ACB કેસમાં પ્રથમવાર 242 દિવસ જેલવાસ
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ACB કેસમાં કોઇ આરોપી 242 દિવસથી જેલમાં હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના હોઇ શકે છે. ગઇકાલે ડીસા સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી વખતે સરકારી વકીલ નિલમબેન એસ.વકીલની ધારદાર દલીલોને આધારે આરોપીની ફરી એકવાર આફ્ટર ચાર્જસીટ રેગ્યુલર જામીન અરજી પણ રિજેક્ટ થઇ છે. નોંધનિય છે કે, આરોપી રાહુલ પટેલની સતત પાંચમી વખત જામીન અરજી નામંજૂર થતાં તેને જેલમાં રહેવાનો વારો આવ્યો છે.

કોન્ટ્રાક્ટરનું બિલ મંજૂર કરવા માંગી હતી 42,000ની લાંચ

અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતો રાહુલ બાબુભાઈ પટેલ ગત તા.07/08/2020ના રોજ રૂ42,000 લાંચ પેટે સ્વિકારતાં ઝડપાયો હતો. જેમાં રસ્તાની સાઇડોમાં માટી કામ તથા ઝાડીઓ દૂર કરવાનું કામ ઠેકેદારને મળ્યું હતું. આ કોન્ટ્રાક્ટરનુ કરેલ કામનું બિલ મંજૂર કરવા મદદનીશ ઇજનેરે લાંચ માંગી હતી. ટકાવારી પેટે રૂપિયા 42,000 લાંચ સ્વરૂપે માંગણી કરતાં કોન્ટ્રાક્ટરે છેવટે ACBનો સંપર્ક કર્યો હતો.

આથી ACB પાટણના PI આચાર્યએ ગોઠવેલા છટકામાં આરોપી ઈજનેર રૂપિયા 42,000 લાંચ તરીકે સ્વીકારતા ડીસા-પાટણ હાઇવેથી પકડાઈ ગયો હતો. જે બાદમાં ACB PI જે.પી.સોલંકીએ સમગ્ર તપાસ કરી ઇસમની અટકાયત કરી હતી. આ તરફ રાહુલ પટેલ સામે અન્ય એક અપ્રમાણસર મિલ્કતનો કેસ પણ દાખલ થયો હોવાનું અને તે કેસ ACB PI આચાર્યએ દાખલ કર્યાનું સામે આવ્યુ હતુ. જોકે તે કેસની તપાસ બનાસકાંઠા ACB PI નિલેશ ચૌધરીને સોંપાઇ હતી.