બ્રેકિંગ@દિયોદર: બે ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બે કારમાંથી વિદેશી દારૂનો મોટીમાત્રામાં જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે બંને ગાડી કબજે કરી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાનાં દિયોદરનાં ફોરણા સિમમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ખાનગી બાતમીનાં આધારે દારૂથી ભરેલી બે સ્વિફ્ટ ગાડી મુકીને બુટલેગરો ફરાર થયા
 
બ્રેકિંગ@દિયોદર: બે ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બે કારમાંથી વિદેશી દારૂનો મોટીમાત્રામાં જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે બંને ગાડી કબજે કરી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાનાં દિયોદરનાં ફોરણા સિમમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ખાનગી બાતમીનાં આધારે દારૂથી ભરેલી બે સ્વિફ્ટ ગાડી મુકીને બુટલેગરો ફરાર થયા છે. દિયોદર પોલીસે દારૂનો જથ્થો ઝડપીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બંન્ને કાર નંબર પ્લેટ વગરની હતી.

બ્રેકિંગ@દિયોદર: બે ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

બનાસકાંઠાનાં દિયોદર ગામનાં ફોરણા સિમમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ખાનગી બાતમીને આધારે દિયોદર પોલીસે વોચ ગોઠવીને આ બંન્ને કારને ઝડપી પાડી છે. પરંતુ આ કારનાં બંન્ને ચાલકો ગાડી મુકીને ફરાર થઇ ગયા છે. આ બંન્ને ચાલકોને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

બ્રેકિંગ@દિયોદર: બે ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

દિયોદર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ફોરણા વિસ્તારમાંથી સ્વિફટ અને લાલ કલરની ગાડીમાંથી ખીચોખીચ ભરેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને કામગીરીને લઇ બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. બંન્ને કારમાં ખચોખચ દારૂ ભરાયેલો હતો. આ બંન્ને કાર પર કોઇ જ નંબર પ્લેટ લગાવવામાં આવી ન હતી. આ બધો દારૂ એક જ કારમાં હતો, આ સાથે અન્ય કારમાં પણ આશરે આટલો જ જથ્થો હતો.