બ્રેકિંગ@દિયોદર: હડકાયા ભૂંડથી આખુ ગામ ભયભીત 4 ઘાયલ તો એકનું મોત

અટલ સમાચાર, ડિસા (અંકુર ત્રિવેદી) દિયોદરના રોટીલા ગામમાં હડકાયા ભૂંડના આતંકથી ચકચાર મચી ગઇ છે. મોડી સાંજે ચાર વ્યક્તિને ઈજાગ્રસ્ત કર્યા તો એકનું મોત નિપજાવ્યું છે. ભૂંડ ખૂંખાર બની જતાં પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે દિયોદર વન વિભાગે જોગવાઈ ન હોવાથી કોઈ કાર્યવાહી કરી નથી તેવું RFOએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના
 
બ્રેકિંગ@દિયોદર: હડકાયા ભૂંડથી આખુ ગામ ભયભીત 4 ઘાયલ તો એકનું મોત

અટલ સમાચાર, ડિસા (અંકુર ત્રિવેદી)

દિયોદરના રોટીલા ગામમાં હડકાયા ભૂંડના આતંકથી ચકચાર મચી ગઇ છે. મોડી સાંજે ચાર વ્યક્તિને ઈજાગ્રસ્ત કર્યા તો એકનું મોત નિપજાવ્યું છે. ભૂંડ ખૂંખાર બની જતાં પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે દિયોદર વન વિભાગે જોગવાઈ ન હોવાથી કોઈ કાર્યવાહી કરી નથી તેવું RFOએ જણાવ્યું હતું.

બ્રેકિંગ@દિયોદર: હડકાયા ભૂંડથી આખુ ગામ ભયભીત 4 ઘાયલ તો એકનું મોતબનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રોટીલા ગામે ભૂંડ હડકાયું થતાં મોટી જાનહાનિ થઇ છે. હડકવાને કારણે ખૂંખાર બનેલા ભૂંડ અચાનક ગામમાં જ્યાં દેખાય ત્યાં લોકો ઉપર કરડવા લાગ્યું હતું. આ દરમ્યાન ભરત પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ સાથે ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ દરમ્યાન દિયોદર વન વિભાગ દોડી આવ્યો પરંતુ જંગલી પ્રાણી ન હોવાથી ગામલોકોને જાણે રામભરોસે મૂકી નિકળી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક ઈસમની લાસને પી.એમ અર્થે દિયોદર રેફરલ લાવવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર લોકોની રેફરલ ખાતે જ સારવાર હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટનાને પગલે ગામમાં ભૂંડ સામે ભય અને ગભરાહટનો માહોલ સર્જાયો છે. વનવિભાગે ભૂંડ પકડવા ઠોસ કાર્યવાહી કરી ન હતી. આ તરફ ઘટનાની જાણ થતાં દિયોદર મામલતદાર સહિત અધિકારીઓ દોડી આવી હડકાયા ભૂંડ સામે તજવીજ હાથ ધરી હતી.