બ્રેકિંગ@દિયોદર: તંત્રએ રવાના કરેલી બે યુવતી પોલીસથી ઝડપાઇ, ઘટનામાં યુ ટર્ન

અટલ સમાચાર, દિયોદર દિયોદરમાં આવેલી બે યુવતીઓ કોન્ટ્રાક્ટર અને સિસ્ટમને કારણે મંઝિલ સુધી પહોંચી શકી નથી. બપોરે સ્થાનિક આગેવાનની ભલામણથી મામલતદારે ખાનગી વાહનમાં રવાના કરી હતી. આ પછી ખાનગી વાહન નિયમોના ભંગ બદલ દિયોદર નજીક પોલીસના હાથે ઝડપાઈ ગયું હતું. તપાસમાં ખાનગી વાહનમાં બેઠેલી બંને યુવતીઓને પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં હવે બંને યુવતીને જ્યાંથી
 
બ્રેકિંગ@દિયોદર: તંત્રએ રવાના કરેલી બે યુવતી પોલીસથી ઝડપાઇ, ઘટનામાં યુ ટર્ન

અટલ સમાચાર, દિયોદર

દિયોદરમાં આવેલી બે યુવતીઓ કોન્ટ્રાક્ટર અને સિસ્ટમને કારણે મંઝિલ સુધી પહોંચી શકી નથી. બપોરે સ્થાનિક આગેવાનની ભલામણથી મામલતદારે ખાનગી વાહનમાં રવાના કરી હતી. આ પછી ખાનગી વાહન નિયમોના ભંગ બદલ દિયોદર નજીક પોલીસના હાથે ઝડપાઈ ગયું હતું. તપાસમાં ખાનગી વાહનમાં બેઠેલી બંને યુવતીઓને પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં હવે બંને યુવતીને જ્યાંથી આવી હતી ત્યાં પરત મોકલવાની તૈયારી થઈ છે. જેથી સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટો વળાંક આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉન વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બે યુવતીઓ ખુલ્લામાં ફરતી દેખાઇ હતી. આથી બંને યુવતીની પૂછપરછ બાદ દિયોદર તાલુકા પંચાયતના સદસ્ય ભાવનાબેન સેવંતીલાલ ઠક્કરે દોડધામ કરી હતી. જેમાં યુવતીઓને છત્રાલ મોકલવા મામલતદારને પત્ર લખ્યો હતો. આથી મામલતદાર કચેરી સહિતનાએ ખાનગી વાહનમાં બંને યુવતીને છત્રાલ રવાના કરી હતી. જોકે આ વાહનમાં વધુ સંખ્યામાં મુસાફરો ભરેલા હોઇ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને યુવતીઓ ખાનગી વાહનમાં હજુ દિયોદર હાઇવે પર પહોંચી એવી તુરંત પાછી ફરી છે. પોલીસે વાહન ડીટેઈન કરી કાર્યવાહી હાથ ધરતાં ફરીથી બંને યુવતી મામલતદાર કચેરી પરત આવી છે. આથી હવે ઇન્ચાર્જ મામલતદાર ઠાકોરે બંને યુવતીને થરાદ પરત મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાક્રમથી યુવતીઓની હાલત કફોડી બની છે.

શું કહે છે દિયોદર મામલતદાર કચેરી ?

દિયોદર તાલુકા મામલતદાર કચેરીના અધિકારી ઠાકોરે જણાવ્યું હતું કે, ક્લેક્ટરનો આદેશ હોઇ જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ રહેશે. આથી હવે બંને યુવતીને થરાદથી દિયોદર સુધી મોકલનાર કોન્ટ્રાક્ટરને બોલાવી કાયદેસરની કાર્યવાહી થશે.

ઇન્ચાર્જ મામલતદારે કેમ કાચું કાપ્યું ?

તાલુકા ડેલિકેટ ભાવનાબેન ઠક્કરના પત્ર આધારે ઇન્ચાર્જ મામલતદાર ઠાકોરજીએ ખાનગી વાહનમાં બંને યુવતીને છત્રાલ રવાના કરી હતી. તો પછી રવાના કરતાં પહેલાં કેમ ક્લેક્ટર કચેરીનો નિયમ યાદ ન આવ્યો ? જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ રહેવાનો આદેશ હોવાથી કોન્ટ્રાક્ટરને બોલાવી કેમ થરાદ રવાના ના કરી ? સમગ્ર મામલે ઇન્ચાર્જ મામલતદારની વહીવટી સુઝબુઝ શંકાસ્પદ બની છે.