બ્રેકિંગ@ધાનેરા: ક્લાર્કની પરિક્ષા આપી ઘેર જતી યુવતીનું અકસ્માતમાં મોત

અટલ સમાચાર, ડીસા ધાનેરાના તાલુકાની વિધાર્થીની આજે ક્લાર્કની પરિક્ષા આપી ઘેર પહોંચી ન હતી. માર્ગ અકસ્માતમાં યુવતીનું મોત થતાં પરિવારને આભ ફાટી પડ્યું છે. યુવતી માટે પરિક્ષાનો દિવસ ગોઝારો સાબિત થતાં ગામમાં શોક ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખીમત ગામની માયાબેન સુથાર આજે બિનસચિવાલય ક્લાર્કની પરિક્ષા આપવા નિકળી હતી. પરીક્ષા આપી પરત ઘેર આવતા
 
બ્રેકિંગ@ધાનેરા: ક્લાર્કની પરિક્ષા આપી ઘેર જતી યુવતીનું અકસ્માતમાં મોત

અટલ સમાચાર, ડીસા

ધાનેરાના તાલુકાની વિધાર્થીની આજે ક્લાર્કની પરિક્ષા આપી ઘેર પહોંચી ન હતી. માર્ગ અકસ્માતમાં યુવતીનું મોત થતાં પરિવારને આભ ફાટી પડ્યું છે. યુવતી માટે પરિક્ષાનો દિવસ ગોઝારો સાબિત થતાં ગામમાં શોક ફેલાયો છે.

બ્રેકિંગ@ધાનેરા: ક્લાર્કની પરિક્ષા આપી ઘેર જતી યુવતીનું અકસ્માતમાં મોત

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખીમત ગામની માયાબેન સુથાર આજે બિનસચિવાલય ક્લાર્કની પરિક્ષા આપવા નિકળી હતી. પરીક્ષા આપી પરત ઘેર આવતા પોતાના વાહન સાથે ટ્રકની ભયાનક ટક્કર વાગી હતી. અકસ્માતમાં 22 વર્ષની યુવતીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે સારવાર પહેલાં જ આશાસ્પદ યુવતીએ દમ તોડી દીધો હતો. જેનાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતી પરીક્ષા આપી પોતાના ભાઈ સાથે ખીમત ગામ તરફ આવતી હતી. આ દરમ્યાન ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતાં દુર્ઘટના બની હતી. સમગ્ર મામલે શિહોરી પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.