બ્રેકિંગ@ગાંધીનગર: આરોગ્ય કર્મીને પોઝીટીવ, મહેસાણામાં શિક્ષિકા પત્ની શંકાસ્પદ

અટલ સમાચાર, મહેસાણા ગાંધીનગર જિલ્લાના આરોગ્ય કર્મચારીને કોરોના પોઝીટીવ આવ્યો હોવાની અસર મહેસાણા જિલ્લામાં થઈ છે. શંકાસ્પદ મેલ હેલ્થ વર્કર સિવિલમાં દાખલ છતાં ભાગીને પોતાની પત્નીને મળવા મહેસાણા આવ્યો હતો. જેની જાણ થતાં મહેસાણા આરોગ્ય ટીમે બંનેને ગાંધીનગર રવાના કર્યા હતા. જ્યાં આરોગ્ય કર્મચારીને કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
બ્રેકિંગ@ગાંધીનગર: આરોગ્ય કર્મીને પોઝીટીવ, મહેસાણામાં શિક્ષિકા પત્ની શંકાસ્પદ

અટલ સમાચાર, મહેસાણા

ગાંધીનગર જિલ્લાના આરોગ્ય કર્મચારીને કોરોના પોઝીટીવ આવ્યો હોવાની અસર મહેસાણા જિલ્લામાં થઈ છે. શંકાસ્પદ મેલ હેલ્થ વર્કર સિવિલમાં દાખલ છતાં ભાગીને પોતાની પત્નીને મળવા મહેસાણા આવ્યો હતો. જેની જાણ થતાં મહેસાણા આરોગ્ય ટીમે બંનેને ગાંધીનગર રવાના કર્યા હતા. જ્યાં આરોગ્ય કર્મચારીને કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાના વિજાપુર પંથકના રહીશ અલ્પેશ વાઘેલા ગાંધીનગર જિલ્લાના વેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. આ વેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતો ફાર્માસીસ્ટ વિદેશીના સંપર્કમાં આવ્યો હોઇ શંકાસ્પદ હેઠળ હતો. આ દરમ્યાન આ અલ્પેશ વાઘેલા પણ શંકાસ્પદ બન્યો હતો. આથી બંને ગાંધીનગર સિવિલમાં ક્વોરોન્ટાઈન કર્યા હતા. જોકે આરોગ્ય કર્મચારી અલ્પેશ વાઘેલા સિવિલમાંથી ભાગી બે તેની શિક્ષિકા પત્ની મનીષા વાઘેલાને મળવા મહેસાણા આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર બાબતે મહેસાણા આરોગ્ય ટીમને જાણ થતાં અલ્પેશ અને તેની પત્ની મનીષા વાઘેલાને તાત્કાલિક ગાંધીનગર સિવિલમાં રવાના કર્યા હતા. આ પછી આજે આરોગ્ય કર્મચારી અલ્પેશ વાઘેલાને કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. આ સાથે તેની પત્ની મનીષા વાઘેલા પણ શંકાસ્પદ હોઇ ક્વોરોન્ટાઈન હેઠળ દાખલ છે.અલ્પેશ વાઘેલા મૂળ ગાંધીનગરના કુડાસણનો છે અને તેનું એક મકાન મહેસાણા જિલ્લાના વિજાપુરના રાધે બંગલોમાં છે. આથી મહેસાણા આરોગ્ય ટીમ દ્વારા વિજાપુરના રાધે બંગલોમાં સ્વચ્છતા શરૂ કરવામાં આવી છે.