બ્રેકિંગ@ગાંધીનગર: કોરોનાકાળ વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર કોરોનાકાળ વચ્ચે તાજેતરમાં જ રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. જો કે, રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી થઈ શકતી હતી. પરંતુ ગાંધીનગરની ચૂંટણી હવે કરાવવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચના અણઘડના નિર્ણયના કારણે લોકોમાં રોષની
 
બ્રેકિંગ@ગાંધીનગર: કોરોનાકાળ વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર

કોરોનાકાળ વચ્ચે તાજેતરમાં જ રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. જો કે, રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી થઈ શકતી હતી. પરંતુ ગાંધીનગરની ચૂંટણી હવે કરાવવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચના અણઘડના નિર્ણયના કારણે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે. સત્તાધીશોની સગવડ મુજબ રાજ્ય ચૂંટણી પંચ નિર્ણયો કરી રહ્યું હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહાનગરોમાં કર્ફ્યૂ અને વેપાર-ધંધા બંધ થવાથી લોકોમાં રોષ છે. તો વધુ એક આશ્ચર્યજનક નિર્ણય સામે આવ્યો છે. 21મી ફેબ્રુઆરીએ 6 મહાપાલિકાનું મતદાન હતું અને 23મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયું હતું. જે બાદ કોરોનાના કેસમાં પણ વધારો થયો હતો. તો 6 ચૂંટણીના પરિણામના માત્ર 25 દિવસના સમયમાં રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગાંધીનગર મહાનગર પાલિકા માટે 18 એપ્રિલે ચૂંટણી યોજાશે. આ સાથે 20 એપ્રિલના દિવસે પરિણામ જાહેર કરાશે અને પહેલી એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. નોંધનિય છે કે, 11 વોર્ડમાં ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં 5 ચૂંટણી અધિકારી અને 5 મદદનિશ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.