બ્રેકિંગ@ગોધરાકાંડ: તોફાનોમાં 17 આરોપીને જામીન, જોકે ગુજરાત પ્રવેશબંધી

અટલ સમાચાર,ડેસ્ક સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો સાથે જોડાયેલા 17 દોષિતોને શરતી જામીન આપ્યા છે. મળેલી જાણકારી પ્રમાણે, કોર્ટે જે 17 દોષિતોને જામીન આપ્યા છે તે તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટે એક ફેંસલામાં કહ્યું છે કે આમાંથી કોઈ પણ ગુજરાતની સરહદમાં પ્રવેશ નહીં
 
બ્રેકિંગ@ગોધરાકાંડ: તોફાનોમાં 17 આરોપીને જામીન, જોકે ગુજરાત પ્રવેશબંધી

અટલ સમાચાર,ડેસ્ક

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો સાથે જોડાયેલા 17 દોષિતોને શરતી જામીન આપ્યા છે. મળેલી જાણકારી પ્રમાણે, કોર્ટે જે 17 દોષિતોને જામીન આપ્યા છે તે તમામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટે એક ફેંસલામાં કહ્યું છે કે આમાંથી કોઈ પણ ગુજરાતની સરહદમાં પ્રવેશ નહીં કરી શકે. કોર્ટે કહ્યુ કે, જ્યાં સુધી આ લોકોની અરજી પર સુપ્રીમ કોર્ટ અંતિમ ફેંસલો ન સંભળાવે ત્યાં સુધી આ લોકો ઇન્દોર અને જબલપુરમાં રહેશે. કોર્ટ તરફથી મૂકવામાં આવેલી શરતમાં સમાજની સેવા કરવી પણ સામેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુપ્રીમ કોર્ટે દોષિતોને બે અલગ અલગ જૂથમાં રાખ્યા છે. એક જૂથને ઇન્દર અને બીજા જૂથને જબલપૂર મોકલ્યું છે. સુપ્રીમ કોર્ટે તમામ દોષિતોને કહ્યું છે કે જામીન પર રહેવા સુધી તેઓ સામાજિક અને ધાર્મિક કામ કરશે. કોર્ટે ઇન્દોર અને જલબપુરમાં જે તે અધિકારીઓને કહ્યું છે કે તેઓ એ વાતનું ધ્યાન રાખે કે દોષિતો જામીન પર રહે ત્યાં સુધી સામાજિક અને આધ્યાત્મિક કાર્ય કરે. કોર્ટે સંબંધિત અધિકારીઓને એવો પણ આદેશ આપ્યો છે કે દોષિતોનું ગુજરાન ચાલી શકે તે માટે તેમના માટે કામ શોધે. એટલું જ નહીં અધિકારીઓને જામીન દરમિયાન તેમના આચરણનો રિપોર્ટ આપવાનું પણ કહેવામાં આવ્યું છે.