બ્રેકિંગ@ગુજરાતઃ કોરોનાથી 5ના મોત, અમદાવાદમાં સૌથી વધુ પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થયા છે. જેમાંથી પાંચના મોત થઈ ગયા છે. જેમાં ત્રણ અમદાવાદમાં, એક ભાવનગર અને એક સુરતમાં મોત થયું છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 21, ગાંધીનગર-9, વડોદરા-9, રાજકોટ-8, સુરત-7, કચ્છ-1, મહેસાણા-1, ગીર સોમનાથ-1, ભાવનગર-1માં
 
બ્રેકિંગ@ગુજરાતઃ કોરોનાથી 5ના મોત, અમદાવાદમાં સૌથી વધુ પોઝિટિવ કેસ

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થયા છે. જેમાંથી પાંચના મોત થઈ ગયા છે. જેમાં ત્રણ અમદાવાદમાં, એક ભાવનગર અને એક સુરતમાં મોત થયું છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 21, ગાંધીનગર-9, વડોદરા-9, રાજકોટ-8, સુરત-7, કચ્છ-1, મહેસાણા-1, ગીર સોમનાથ-1, ભાવનગર-1માં કેસ સામે આવ્યા છે.તેમજ અત્યાર સુધીમાં 5 કરોડ લોકોનો સર્વે હાઉસ ટુ હાઉસ અને ફોનથી કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

29 માર્ચે સામે આવેલા ત્રણેય પોઝિટિવ કેસ અમદાવાદના છે. જેમાં 28 માર્ચે 45 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો જો કે દુર્ભાગ્યવશ આજે તેમનું મોત થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. જ્યારે 34 વર્ષીય યુવાનની મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે.