બ્રેકિંગ@ગુજરાત: ઠસોઠસ ભરેલી સ્કૂલ બસમાંથી ફંગોળાઇ જતાં બાળકીનું મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં સ્કૂલ વાહનોમાં ઠસોઠસ ભરવામાં આવતાં બાળકો મામલે સરકારે અનેક ગાઈડલાઈન્સ બહાર પાડી છે. અને સ્કૂલ વાહનોને કારણે અનેક માસૂમ વિદ્યાર્થીઓનાં મોત પણ નિપજ્યા છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તંત્ર કે સરકારી તંત્ર આ મામલે કોઈ કડક અમલવારી કરી શક્યું નથી. જેને કારણે હજુ પણ સ્કૂલ વાહનો માસૂમ બાળકોનો ભોગ લેતું
 
બ્રેકિંગ@ગુજરાત: ઠસોઠસ ભરેલી સ્કૂલ બસમાંથી ફંગોળાઇ જતાં બાળકીનું મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં સ્કૂલ વાહનોમાં ઠસોઠસ ભરવામાં આવતાં બાળકો મામલે સરકારે અનેક ગાઈડલાઈન્સ બહાર પાડી છે. અને સ્કૂલ વાહનોને કારણે અનેક માસૂમ વિદ્યાર્થીઓનાં મોત પણ નિપજ્યા છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તંત્ર કે સરકારી તંત્ર આ મામલે કોઈ કડક અમલવારી કરી શક્યું નથી. જેને કારણે હજુ પણ સ્કૂલ વાહનો માસૂમ બાળકોનો ભોગ લેતું આવ્યું છે. આજે આવી જ એક ઘટના ભાવનગરમાં બની છે. જ્યાં ખીચોખીચ ભરેલી સ્કૂલ બસમાંથી ફંગોળાઈ જતાં 14 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ભાવનગરની વાળુકડ માધ્યમિક શાળાની સ્કૂલ બસનો આ બનાવ છે. જેમાં બસની અંદર કેપિસિટી કરતાં વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા. તો 14 વર્ષની તુલસી ચૌહાણ બસનાં પગથિયે ઉભી હતી. અને આ જ કારણે બસ સ્પીડમાં હોવાથી તુલસી બસમાંથી ફંગોળાઈ રસ્તા પર પટકાઈ હતી. જેને કારણે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે માસૂમ તુલસીનું મોત નિપજ્યું હતું.

પોતાની લાડકવાયીનું આ રીતે સ્કૂલ બસની બેજવાબદારીથી મોત થતાં માતા પિતામાં આક્રોશ ફેલાઈ ગયો હતો. માતા પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. તો સાથે જ સ્કૂલ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. માતાપિતાએ જણાવ્યું કે, અકસ્માત બાદ બસની અદલાબદલી કરી દેવામાં આવી છે. બાળકી પટકાઈ તે બસ અલગ હતી અને પછી તેના સ્થાને બીજી બસ મૂકી દેવામાં આવી હતી. આ ઉપરાંત માતાપિતાએ આરોપ લગાવ્યો કે બસ ડ્રાઈવર હાલ તો આ મામલે પોલીસે પોતાની તપાસ શરૂ કરી છે.