બ્રેકિંગ@ગુજરાત: રાજ્યમાં ચોમાસાને લઇ સૌથી મોટા સમાચાર, 8 દિવસ સુધી વરસાદ નહી પડે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ધીમી પડતાં હવે આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહી છે રાજ્યમાં 6 જુલાઇ સુધી વરસાદની સંભાવના નથી. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ધીમી પડતાં હવે આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તેવું હવામાન વિભાગે
 
બ્રેકિંગ@ગુજરાત: રાજ્યમાં ચોમાસાને લઇ સૌથી મોટા સમાચાર, 8 દિવસ સુધી વરસાદ નહી પડે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ધીમી પડતાં હવે આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહી છે રાજ્યમાં 6 જુલાઇ સુધી વરસાદની સંભાવના નથી. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ ધીમી પડતાં હવે આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ બંગાળની ખાડીમાં પણ મોટી સિસ્ટમ બનાવની સંભાવના નહીંવત જોવાઈ રહી છે ત્યારે હવે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નહિવત જોવા મળી શકે છે. મહત્વનું છે કે, ખેડૂતો ચોમાસાની સિઝનમાં વાવણી કરતા હોય છે ત્યારે આ સમયે વરસાદ ધીમો પડતા હવે ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત બન્યા છે.

બ્રેકિંગ@ગુજરાત: રાજ્યમાં ચોમાસાને લઇ સૌથી મોટા સમાચાર, 8 દિવસ સુધી વરસાદ નહી પડે ?
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આગામી 8 દિવસ રાજ્યામાં વરસાદની કોઈ સંભાવનાઓ જોવા મળી રહી નથી. જેને લઈને જગતનો તાત ચિંતિત બનતાં ખેતી લાયક પાકને નુ્કસાની થઈ શકે તેવી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે આવનારા દિવસોમાં ઉકળાટ સાથે ગરમીની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી વરસાદની શક્યાતા નહીંવત જોવા મળી રહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી આઠ દિવસ સુધી રાજ્યમાં વરસાદ વિરામ લેશે. જોકે 29 જૂન પછી લાંબો વિરામ લે તેવી પણ શક્યાતાઓ જોવા મળી રહી છે.

2 અઠવાડિયા સુધી સારા વરસાદની શક્યતાં નહીવત્: હવામાન વિભાગ

હવામાન વિભાગે બે અઠવાડિયા સુધી વરસાદ નહીં રહે તેવા સંકેત આપ્યા છે. તેમજ પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. લાંબા ગાળાના વરસાદના વિરામથી ખેતીના પાકને અસર પહોંચી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે, જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થયો છે. એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી જેથી ભારે વરસાદની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડી શકે છે.