બ્રેકિંગ@ગુજરાત: મુખ્યમંત્રી રૂપાણી, મહામંત્રી વિનોદ ચાવડા, ભીખુ દલસાણિયા કોરોના પોઝિટીવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીની ગઇકાલે વડોદરામાં જાહેરસભા દરમ્યાન તબિયત લથડતાં તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદમાં આજે તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવતાં કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ સાથે કચ્છ સાંસદ
 
બ્રેકિંગ@ગુજરાત: મુખ્યમંત્રી રૂપાણી, મહામંત્રી વિનોદ ચાવડા, ભીખુ દલસાણિયા કોરોના પોઝિટીવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીની ગઇકાલે વડોદરામાં જાહેરસભા દરમ્યાન તબિયત લથડતાં તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદમાં આજે તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવતાં કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ સાથે કચ્છ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા અને પ્રદેશ નેતા ભિખુ દલસાણિયા પણ કોરોના પોઝિટીવ જાહેર થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઇકાલે વડોદરામાં એક સભા દરમ્યાન વિજય રૂપાણીની તબિયત બગડી હતી અને બીપી લો થઇ જતા તેઓ સ્ટેજ પરથી પડી ગયા હતા. જે બાદ તેમણે હેલિકોપ્ટર મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અહી વિજય રૂપાણી ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં હતા.

બ્રેકિંગ@ગુજરાત: મુખ્યમંત્રી રૂપાણી, મહામંત્રી વિનોદ ચાવડા, ભીખુ દલસાણિયા કોરોના પોઝિટીવ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલે આજે બપોરે હેલ્થ બુલેટિન જાહેર કર્યુ છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને થાક, શારીરિક નબળાઇને કારણે ગઇકાલે વડોદરામાં ચક્કર આવ્યા હતા. તે બાદ રાત્રે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. CM રૂપાણીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું, તે બાદ ECG,2D, Echo, બ્લડના ટેસ્ટ કરવામાં આવ્યા જે નોર્મલ હતા. મુખ્યમંત્રી રૂપાણીનું કોરોના માટેનું RT-PCR ટેસ્ટનું સેમ્પલ રાત્રે લેવામાં આવ્યા હતા. તે કોરોનાનો RT-PCR ટેસ્ટનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિજય રૂપાણીને કોરોનાની સારવાર માટે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને કોરોનાનો રીપોર્ટ HRCT THORAX, IL-6, D-DIMER અને ઓક્સીજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેમની પરિસ્થિતિ STABLE છે.