બ્રેકિંગ@ગુજરાત: કોંગ્રેસ આ દિગ્ગજ નેતાને આપી શકે છે મોટી જવાબદારી, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતની ચૂંટણીઓમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસને હારનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દિલ્હી હાઇકમાન્ડ આ મુદ્દે એક્શનમાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં રી-એન્ટ્રી થઇ શકે છે. અટલ
 
બ્રેકિંગ@ગુજરાત: કોંગ્રેસ આ દિગ્ગજ નેતાને આપી શકે છે મોટી જવાબદારી, જુઓ એક જ ક્લિકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતની ચૂંટણીઓમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસને હારનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દિલ્હી હાઇકમાન્ડ આ મુદ્દે એક્શનમાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતની ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં રી-એન્ટ્રી થઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવ છે પરંતુ પ્રભારી રાજીવ સાતવની કામગીરી સામે સવાલો ઉભા થતાં હાઇકમાન્ડ એક્શન મોડમાં આવ્યું છે અને અશોક ગેહલોતને જવાબદારી સોંપવામાં આવે તે મુદ્દે મંથન કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતને પહેલા પણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી, જો કે, ત્યારબાદ તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી બનતા આ જવાબદારી રાજીવ સાતવને સોંપવામાં આવી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિને લઈને હાઇકમાન્ડ ફરી અશોક ગેહલોતને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.