બ્રેકિંગ@ગુજરાત: કચ્છ નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, 5 દિવસ સારા વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક આજથી 5 દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને લઇ આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શકયતા છે. આ તરફ 9 સપ્ટેમ્બરે વલસાડ, દમણ સહિતમાં વરસાદની શક્યતા છે. જ્યારે 10 સપ્ટેબરે
 
બ્રેકિંગ@ગુજરાત: કચ્છ નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું, 5 દિવસ સારા વરસાદની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજથી 5 દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને લઇ આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શકયતા છે. આ તરફ 9 સપ્ટેમ્બરે વલસાડ, દમણ સહિતમાં વરસાદની શક્યતા છે. જ્યારે 10 સપ્ટેબરે ખેડા, વડોદરા, આણંદમાં વરસાદ પડી શકે છે તેમજ 11 સપ્ટેમ્બરે ગાંધીનગર, ખેડા, આણંદ સહિતમાં વરસાદની શક્યતા છે. એટલે કે ભાદરવા મહિનામાં સારો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે અને આ મહિનામાં વરસાદથી ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી થાય તેવું અનુમાન લગાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના હવામાન વિભાગે હજુ પણ ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરતા હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાતમાં હજુ પણ 40 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે જે સપ્ટેમ્બરની અંત સુધીમાં પુરી થઈ શકે છે, તેમજ આગામી 7 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.