બ્રેકિંગ@ગુજરાત: DyCM નીતિન પટેલ કોરોના પોઝિટીવ, યુ.એન.મહેતામાં દાખલ થયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે બીજી તરફ નેતાઓ પણ તેનાથી સંક્રમિત થઇ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. નીતિન પટેલ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા છે. નીતિન પટેલ છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હતા. નીતિન
 
બ્રેકિંગ@ગુજરાત: DyCM નીતિન પટેલ કોરોના પોઝિટીવ, યુ.એન.મહેતામાં દાખલ થયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે બીજી તરફ નેતાઓ પણ તેનાથી સંક્રમિત થઇ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. નીતિન પટેલ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા છે. નીતિન પટેલ છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હતા. નીતિન પટેલને સામાન્ય લક્ષણો દેખાતાં રીપોર્ટ કરાવ્યા બાદ આજે પોઝિટીવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય નીતિન પટેલ આજે કોરોના પોઝિટીવ જાહેર થયા છે. નોંધનિય છે કે, અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગઇકાલે DRDO સંચાલિત કોવિડ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ તે સમયે નીતિન પટેલે હાજરી આપી હતી. જ્યારે કુડાસણમાં ઓક્સીજન પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે પણ નીતિન પટેલ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે હાજર રહ્યા હતા.