બ્રેકિંગ@ગુજરાત: રાજ્યના ખેડૂતોને 7 જુલાઇથી 8ના બદલે 10 કલાક વીજળી મળશે: મુખ્યમંત્રી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે મુખ્યમંત્રીએ કિસાન હિતકારીમાં વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં વરસાદ ખેચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર 7 જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવામાં આવશે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રીએ વધુ બે કલાકનો વધારો કરવાનો
 
બ્રેકિંગ@ગુજરાત: રાજ્યના ખેડૂતોને 7 જુલાઇથી 8ના બદલે 10 કલાક વીજળી મળશે: મુખ્યમંત્રી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે મુખ્યમંત્રીએ કિસાન હિતકારીમાં વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં વરસાદ ખેચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર બુધવાર 7 જુલાઇથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવામાં આવશે. હાલ રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે તેમાં મુખ્યમંત્રીએ વધુ બે કલાકનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના ખેડૂતોને 7 જુલાઇથી 8ના બદલે 10 કલાક વીજળી મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઇ હોવા છતા વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને સિંચાઇ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર આવતી કાલેથી એટલે કે બુધવારથી ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપશે. આવતી કાલથી એટલે કે, બુધવારથી ખેડૂતોને વધુ બે કલાક સુધી વીજળી આપવામાં આવશે. આ નિર્ણય બાદ ખેડૂતોમાં ઘણા સમય બાદ એક ખુશીનાં સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે. જેમા વધારો કરતા મુખ્યમંત્રીએ આ સમયને બે કલાક વધારવાનો નિર્ણય કર્યો છે. આમ હવે રાજ્યનાં ખેડૂતોને બુધવાર તા. 7 જુલાઇથી 8 ને બદલે 10 કલાક વીજળી મળશે.