બ્રેકિંગ@ગુજરાત: હાર્દિકના આગોતરા જામીનમાં 20 માર્ચ સુધીનો વધારો થયો

અટલ સમાચાર,ડેસ્ક કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની વસ્ત્રાપુર કેસની આગોતરા જામીન અરજીનો સમયગાળો સુપ્રિમ કોર્ટે 20 માર્ચ સુધી વધાર્યો છે. હાર્દિક પટેલની આ કેસમા આગોતરા જામીન અરજીની અવધી આજે પૂર્ણ થતી હતી. હાલમા હાર્દિક પટેલની અનેક કેસોમાં ધરપકડ કરવામા આવી રહી છે. તેમજ સેશન્સ કોર્ટમા હાજર ન રહેતા અદાલતે તેમની વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યો
 
બ્રેકિંગ@ગુજરાત: હાર્દિકના આગોતરા જામીનમાં 20 માર્ચ સુધીનો વધારો થયો

અટલ સમાચાર,ડેસ્ક

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની વસ્ત્રાપુર કેસની આગોતરા જામીન અરજીનો સમયગાળો સુપ્રિમ કોર્ટે 20 માર્ચ સુધી વધાર્યો છે. હાર્દિક પટેલની આ કેસમા આગોતરા જામીન અરજીની અવધી આજે પૂર્ણ થતી હતી. હાલમા હાર્દિક પટેલની અનેક કેસોમાં ધરપકડ કરવામા આવી રહી છે. તેમજ સેશન્સ કોર્ટમા હાજર ન રહેતા અદાલતે તેમની વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યો છે. તેમજ ધરપકડથી બચવા હાર્દિક પટેલ છેલ્લા અનેક દિવસોથી ગાયબ છે. તેમજ પોલીસ તેમને સતત શોધી રહી છે. પરંતુ હાર્દિક પટેલને ૨૦ માર્ચ સુધી સુપ્રિમ કોર્ટે આગોતરા જામીન મંજુર કરતા થોડી રાહત મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ પાટીદાર આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલની આગેવાની ઓબીસી અનામત માટે જીએમડીસી મેદાનમા એક વિશાળ રેલીનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં પોલીસે દાવો કર્યો છે કે આ રેલી માટે કોઈ મંજુરી લેવામા આવી ન હોતી. હાર્દિક પટેલે તત્કાલીન સીએમ આનંદી બહેન પટેલને સ્ટેજ આવીને આવેદનપત્ર સ્વીકારવા આહવાન કર્યું હતું. જેના પગલે સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મોટો ગજગ્રાહ થયો હતો. તેમજ પોલીસે મોડી સાંજે જોર જબરજ્સ્તીથી હાર્દિક પટેલને સભા સ્થળેથી ઉઠાવી લીધો હતો અને પાટીદાર કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

બ્રેકિંગ@ગુજરાત: હાર્દિકના આગોતરા જામીનમાં 20 માર્ચ સુધીનો વધારો થયો
File Photo

નોંધનિય છે કે, હાલમા હાર્દિક પટેલની અનેક કેસોમાં ધરપકડ કરવામા આવી રહી છે. તેમજ સેશન્સ કોર્ટમા હાજર ન રહેતા અદાલતે તેમની વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યો છે. તેમજ ધરપકડથી બચવા હાર્દિક પટેલ છેલ્લા અનેક દિવસોથી ગાયબ છે. તેમજ પોલીસ તેમને સતત શોધી રહી છે. પરંતુ હાર્દિક પટેલને ૨૦ માર્ચ સુધી સુપ્રિમ કોર્ટે આગોતરા જામીન મંજુર કરતા થોડી રાહત મળી છે.