બ્રેકિંગ@ગુજરાત: અમિત જેઠવા હત્યા કેસમાં BJPના Ex.MP સાંસદ દિનુ બોધાને હાઇકોર્ટે આપ્યા જામીન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં ચકચાર મચાવનાર અમિત જેઠવા હત્યા કેસમાં મહત્વના સમાચા સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે દિનુ બોઘાને જામીન પર છોડવા હુકમ કર્યો છે. આ સાથે હાઇકોર્ટે દિનુ બોઘા સોલંકીને થયેલી સજા પણ મોકુફ રાખી હોવાનું સામે આવ્યુ છે. આજે ગુજરાત હાઇકોર્ટ દ્રારા BJPના પૂર્વ સાંસદ દિનુ બોધાને જામીન આપવામાં આવ્યા
 
બ્રેકિંગ@ગુજરાત: અમિત જેઠવા હત્યા કેસમાં BJPના Ex.MP સાંસદ દિનુ બોધાને હાઇકોર્ટે આપ્યા જામીન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચકચાર મચાવનાર અમિત જેઠવા હત્યા કેસમાં મહત્વના સમાચા સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે દિનુ બોઘાને જામીન પર છોડવા હુકમ કર્યો છે. આ સાથે હાઇકોર્ટે દિનુ બોઘા સોલંકીને થયેલી સજા પણ મોકુફ રાખી હોવાનું સામે આવ્યુ છે. આજે ગુજરાત હાઇકોર્ટ દ્રારા BJPના પૂર્વ સાંસદ દિનુ બોધાને જામીન આપવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને હાઇકોર્ટે જામીન આપ્યા છે.ચર્ચાસ્પદ RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસ મામલે કોડીનારના પૂર્વ ધારાસભ્ય દિનુ બોઘા સોલંકીએ CBI કોર્ટે સજા ફટકારી હતી. આ બાબતે હાઈકોર્ટમાં કરેલ અપીલની આજે સુનાવણી હાથ ધરાઇ હતી. રાજકીય કારણોસર દિનુ બોઘા સોલંકીની આ કેસમાં સંડોવણી કરાઈ હોવાની રજુઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી હતી. કોર્ટે દિનું સોલંકીને પરવાનગી વિના દેશ નહીં છોડવા આદેશ કર્યો છે. જ્યારે એક લાખ રૂપિયાના જામીન પર છોડવા હૂકમ કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હત કે, તપાસમાં સામે આવ્યું હતું કે, અમિત જેઠવાએ હત્યાના દિવસે જ હાઇકોર્ટમાં જૂનાગઢના જંગલોમાં ગેરકાયદે ખનન અંગે PIL કરી હતી. હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી હતી, દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ મળતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.