બ્રેકિંગ@ગુજરાત: હાઇકોર્ટે રાજ્યસભા સાંસદોની ચુંટણીને પડકારતી અરજી ફગાવી

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યસભાના ભાજપના બે સાંસદોની ચૂંટણીને પડકરાતી અરજીને HCએ ફગાવી છે. વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની ચૂંટણીને કોંગ્રેસના નેતાએ પડકારી હતી. બે બેઠકોની અલગ અલગ ચૂંટણી કરવાના ચૂંટણીપંચના નિર્ણયને પડકાર્યો હતો. જૂન 2019માં ભાજપે બે બેઠકો પરથી જયશંકર અને જુગલજીને રાજ્યસભા મોકલ્યા હતા. એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની ચૂંટણીને કોંગ્રેસ નેતાએ પડકારી હતી. બે
 
બ્રેકિંગ@ગુજરાત: હાઇકોર્ટે રાજ્યસભા સાંસદોની ચુંટણીને પડકારતી અરજી ફગાવી

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યસભાના ભાજપના બે સાંસદોની ચૂંટણીને પડકરાતી અરજીને HCએ ફગાવી છે. વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની ચૂંટણીને કોંગ્રેસના નેતાએ પડકારી હતી. બે બેઠકોની અલગ અલગ ચૂંટણી કરવાના ચૂંટણીપંચના નિર્ણયને પડકાર્યો હતો. જૂન 2019માં ભાજપે બે બેઠકો પરથી જયશંકર અને જુગલજીને રાજ્યસભા મોકલ્યા હતા. એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની ચૂંટણીને કોંગ્રેસ નેતાએ પડકારી હતી. બે બેઠકોની અલગ અલગ ચૂંટણી કરવાના ચૂંટણીપંચના નિર્ણયને પડકાર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મામલે હાર્કોર્ટે જયશંકરના વકીલની બચાવની દલીલો માન્ય રાખી હતી અને આ સાંસદોની ચૂંટણીને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી હતી. 3 ઇલેક્શન પિટીશન ગુજ. હાઈકોર્ટે ફગાવી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી 3 ઇલેકશન પિટીશન ફગાવી દીધી છે. આમ હાઈકોર્ટે રાજ્યસભા ચૂંટણીમાં બંનેની જીત પર મહોર મારી દીધી છે.

બચાવમાં જયશંકરને 2009થી આ પ્રક્રિયા અનુસરાતી હોવાનું કહ્યું હતું. ચૂંટણીપંચ બે બેઠકો માટે અલગ અલગ જાહેરનામુ 2009થી બહાર પાડે છે. જયશંકરના વકીલની બચાવની દલીલો માન્ય રહેતા અરજી હાઈકોર્ટે ફગાવી છે. જયશંકરની ચૂંટણીને ગૌરવ પંડ્યા અને જુગલજીની ચૂંટણીને ચંદ્રીકા ચૂડાસમાએ પડકારી હતી. જૂન 2019માં ભાજપે બે બેઠકો પરથી જયશંકર અને જુગલજીને રાજ્યસભા મોકલ્યા હતા. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની છેલ્લી બે ચૂંટણીઓ વિવાદીત રહી છે. હાઈકોર્ટે જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ જયશંકર સામે થયેલી અરજીઓ ફગાવી દેતાં આ બંને ઉમેદવારોને રાહત મળી છે.