બ્રેકિંગ@ગુજરાત: આંતકી હુમલાના એલર્ટથી એરપોર્ટ પર સુરક્ષા વધારાઇ

અટલ સમાચાર,ડેસ્ક જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા આતંકીઓના પેટમાં તેલ રેડાયું છે. સેના-પોલીસ અને સૈન્ય સ્થળો પર હુમલો કરવાનું ષડયંત્ર પણ જૈશ-એ-મોહમ્મદ રચી શકે છે. ત્યારે દેશભરના અનેક રાજ્યો એલર્ટ પર મૂકી દેવાયા છે. ગુજરાત, દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે. ત્યારે આતંકી હુમલાના અલર્ટના પગલે અમદાવાદ એરપોર્ટ પર
 
બ્રેકિંગ@ગુજરાત: આંતકી હુમલાના એલર્ટથી એરપોર્ટ પર સુરક્ષા વધારાઇ

અટલ સમાચાર,ડેસ્ક

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા આતંકીઓના પેટમાં તેલ રેડાયું છે. સેના-પોલીસ અને સૈન્ય સ્થળો પર હુમલો કરવાનું ષડયંત્ર પણ જૈશ-એ-મોહમ્મદ રચી શકે છે. ત્યારે દેશભરના અનેક રાજ્યો એલર્ટ પર મૂકી દેવાયા છે. ગુજરાત, દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે. ત્યારે આતંકી હુમલાના અલર્ટના પગલે અમદાવાદ એરપોર્ટ પર બમણી સુરક્ષા-વ્યવસ્થા તૈનાત કરી દેવાઈ છે.

ભારતનો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો હોવાના કારણે દેશના તમામ એરપોર્ટ આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર હોવાના જોખમને ધ્યાનમાં લઈને નાગરિક વિમાનન મંત્રાલયે કોઈ પણ અનિચ્છનીય ઘટના રોકવા માટે કડક સુરક્ષા પ્રોટોકોલ બહાર પાડ્યા છે. બ્યૂરો ઓફ સિવિલ એવિયેશને માર્ગદર્શિકા જાહેર કરી દેશના 19 એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારવા જણાવ્યું છે. જે અંતર્ગત અમદાવાદના એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. સમગ્ર એરપોર્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ભારતનાં તમામ એરપોર્ટ્સની સુરક્ષાની જવાબદારી સંભાળતી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે. જેના અનુસાર દેશનાં મોટા મહાનગરોના એરપોર્ટમાં પ્રવેશતા અને બહાર જતા તમામ વાહનોની એક કિમી દૂરથી તપાસ કરવાની રહેશે. સંપૂર્ણ ચકાસણી પછી જ વાહનને એરપોર્ટમાં પ્રવેશ આપવાનો રહેશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી તમામ રાજ્યોને પણ એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના આદેશ અપાયા છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં આવતા ઓછામાં ઓછા 10 ટકા વાહનોની રેન્ડમલી 31 ઓગસ્ટ સુધી ગહન સુરક્ષા કરવાની રહેશે.

આગામી 10 ઓગસ્ટથી દેશના તમામ મોટા એરપોર્ટ પર મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. માત્ર કાયદેસરની ટિકિટ ધરાવતા પ્રવાસીને જ એરપોર્ટમાં પ્રવેશ આપવામાં આવશે અને તેની સાથેના સામાનની પણ પૂર્ણ તપાસ કરવામાં આવશે. મુલાકાતીઓના પ્રવેશનો આ પ્રતિબંધ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ ગયા પછી એક સપ્તાહ સુધી લાગુ રહેશે.