બ્રેકિંગ@ગુજરાત: ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ, 3 IPS અધિકારીઓને CBI કોર્ટથી મળી રાહત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલાં ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે CBI કોર્ટ મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં 3 IPS અધિકારી નિવૃત DySP તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનુજ ચૌધરીને CBI કોર્ટે ડિસ્ચાર્જ કર્યાં છે. CBI કોર્ટે કહ્યું છે કે, ઈશરત જહાં લશ્કર-એ-તૈયબાની આતંકવાદી હતી, તે શક્યતા નકારી શકાય નહીં. તરૂણ
 
બ્રેકિંગ@ગુજરાત: ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ, 3 IPS અધિકારીઓને CBI કોર્ટથી મળી રાહત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલાં ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આજે CBI કોર્ટ મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં 3 IPS અધિકારી નિવૃત DySP તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનુજ ચૌધરીને CBI કોર્ટે ડિસ્ચાર્જ કર્યાં છે. CBI કોર્ટે કહ્યું છે કે, ઈશરત જહાં લશ્કર-એ-તૈયબાની આતંકવાદી હતી, તે શક્યતા નકારી શકાય નહીં. તરૂણ બારોટ અને સિંઘલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાના ભાગરૂપે કાર્યવાહી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાજેતરમાં જ સ્પેશિયલ CBI કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારે નિવૃત DySP તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનુજ ચૌધરી સામે કેસ ચલાવવાની મંજૂરી ન આપી હોવાનું જણાવ્યું હતું. અગાઉ 23 ઓક્ટોબર, 2020ના રોજ સ્પેશિયલ CBI કોર્ટે ઇશરત જહાં કેસમાં આરોપી- તરુણ બારોટ સહિત અન્ય બે પોલીસ કર્મચારીઓને ડિસ્ચાર્જ કરવાનો ઈનકાર કરીને તપાસ એજન્સી CBIને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝરની કલમ-197 મુજબ કેસ ચલાવવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી મેળવવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સ્પેશિયલ CBI કોર્ટે-પૂર્વ IPS ડી.જી. વણઝારા અને એન.કે. અમીનને દોષમુક્ત જાહેર કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વર્ષ 2004માં મુંબઈની વતની ઈશરત જહાં, જાવેદ શેખ, અમજાદ અલી રાણા અને જિશાન જોહરનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. આ ચારેય વ્યક્તિ આતંકવાદી હતા અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરૂં ઘડી રહ્યા હોવાનો દાવો ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.