બ્રેકિંગ@ગુજરાત: કોરોના કહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પૂરતી મોકૂફ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત મહાનગર પાલિકાઓ, 231 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થનાર છે, જોકે, આ બધાની વચ્ચે કોરોના મહામારીને ધ્યાને રાખીને ત્રણ મહિના આ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચૂંટણીઓ આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને
 
બ્રેકિંગ@ગુજરાત: કોરોના કહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 3 મહિના પૂરતી મોકૂફ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત મહાનગર પાલિકાઓ, 231 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થનાર છે, જોકે, આ બધાની વચ્ચે કોરોના મહામારીને ધ્યાને રાખીને ત્રણ મહિના આ ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચૂંટણીઓ આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને યોજવાની પ્રક્રિયા હાથ ધરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના ચૂંટણી મંડળે આ અંગે આજે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયકો અને 231 તાલુકા પંચાયતોની મુદત નવેમ્બરમાં સમાપ્ત થતી હોવાના કારણે ચૂંટણી યોજાવાની હતી. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો વ્યાપ અને કોવિડ-19 મહામારીના કારણે પરિસ્થિતિની સમીક્ષા કરતાં રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ આગામી 3 માસ સુધી મોકૂફ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે. ત્રણ મહિના બાદ સ્થિતિની સમીક્ષા કરી નિર્ણય લેવાશે