બ્રેકિંગ@ગુજરાત: કોરોના કહેર વચ્ચે રાજ્યમાં ફરી આવશે લોકડાઉન ? જાણો હાઇકોર્ટે શું ટકોર કરી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં વધતાં જતાં કોરોના કહેર વચ્ચે હવે ગુજરાત હાઇકોર્ટે પણ સરકારને ટકોર કરી છે. ગુજરાત હાઈકોર્ટે રોનાની સ્થિતી ગંભીર હોવાનું અવલોકન કરીને રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું જણાવ્યું છે. હાઇકોર્ટનું અવલોકન અત્યંત ગંભીર છે અને વિજય રૂપાણી સરકાર આ અવલોકનને ધ્યાને લઈને રાજ્યમાં લોકડાઉન લાદી દેશે એવી અટકળો
 
બ્રેકિંગ@ગુજરાત: કોરોના કહેર વચ્ચે રાજ્યમાં ફરી આવશે લોકડાઉન ? જાણો હાઇકોર્ટે શું ટકોર કરી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં વધતાં જતાં કોરોના કહેર વચ્ચે હવે ગુજરાત હાઇકોર્ટે પણ સરકારને ટકોર કરી છે. ગુજરાત હાઈકોર્ટે રોનાની સ્થિતી ગંભીર હોવાનું અવલોકન કરીને રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું જણાવ્યું છે. હાઇકોર્ટનું અવલોકન અત્યંત ગંભીર છે અને વિજય રૂપાણી સરકાર આ અવલોકનને ધ્યાને લઈને રાજ્યમાં લોકડાઉન લાદી દેશે એવી અટકળો શરૂ થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોનાની સ્થિતીની ગંભીરતા સમજીને વિજય રૂપાણી સરકારને નિર્દેશ આપ્યો છે કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છ. હાઈકોર્ટે કહ્યું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે કોરોના સંક્રમણની ચેઇન ને તોડવી જરૂરી હોવાથી રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવો જોઈએ એવી હાઇકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે, વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે કે જેથી કોરોનાને રોકી શકાય. હાઈકોર્ટના આ આદેશને પગલે ગુજરાતમાં લોકડાઉન લાદી દેવાશે એવી અટકળો શરૂ થઈ છે. વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર ઝડપથી નિર્ણય લે એવી પણ શક્યતા છે.

બ્રેકિંગ@ગુજરાત: કોરોના કહેર વચ્ચે રાજ્યમાં ફરી આવશે લોકડાઉન ? જાણો હાઇકોર્ટે શું ટકોર કરી ?
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ પહેલાં ગયા સપ્તાહે પણ ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં રાજ્યમાં કોરોનાને નાથવા માટે ફરી લોકડાઉન લાદવાંમાં આવશે એવી અટકળો શરૂ થઈ હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે, હાલમાં લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નથી પણ જરૂર પડશે તો કોરોનાના કેસોને નાથવા માટેનાં આકરાં પગલાં લઈને વ્યવસ્થા વધારીશું. રૂપાણી સરકાર સતત લોકડાઉન લાદવાનો ઈન્કાર કરે છે પણ હાઈકોર્ટની ટકોર બાદ સ્થિતી બદલાઈ ગઈ છે. હાઈકોર્ટે આડકતરી રીતે સરકારને લોકડાઉન કે કરફ્યુ બંનેમાંથી એક લાદવા કહી જ દીધું છે એ જોતાં ગુજરાતમાં લોકડાઉન લદાઈ શકે છે.