બ્રેકિંગ@ગુજરાત: LRD ભરતી મામલો, 1-8ના પરિપત્રમાં થશે સુધારો

અટલ સમાચાર, ડેસ્ક રાજયમાં LRDની ભરતીમાં અનામત વર્ગને અન્યાયના મુદ્દે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા 64 દિવસથી ચાલતા મહિલાઓના આંદોલનમાં OBC સમાજની યુવતીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે. આ સાથે સરકાર દ્રારા 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની બાહેંધરી આપી છે. નોંધનિય છે કે, આ મામલે રાજ્યમાં ઠેરઠેર આંદોલનો થયા હતા
 
બ્રેકિંગ@ગુજરાત: LRD ભરતી મામલો, 1-8ના પરિપત્રમાં થશે સુધારો

અટલ સમાચાર, ડેસ્ક

રાજયમાં LRDની ભરતીમાં અનામત વર્ગને અન્યાયના મુદ્દે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા 64 દિવસથી ચાલતા મહિલાઓના આંદોલનમાં OBC સમાજની યુવતીઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીધી છે. આ સાથે સરકાર દ્રારા 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની બાહેંધરી આપી છે. નોંધનિય છે કે, આ મામલે રાજ્યમાં ઠેરઠેર આંદોલનો થયા હતા અને મહિલાઓ રસ્તાઓ પર ઉતરી આવી હતી. અંતે કોંગ્રેસે પણ આ મામલે ઝંપલાવાતા સરકારે બજેટ સત્ર પહેલાં જ આ આંદોલનનો સુખ:દ ઉકેલ શોધવાની કવાયત હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર બેઠી હતી.

બ્રેકિંગ@ગુજરાત: LRD ભરતી મામલો, 1-8ના પરિપત્રમાં થશે સુધારો
File Photo

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહીં.