બ્રેકિંગ@ગુજરાત: ચકચારી જયંતી ભાનુશાળી કેસમાં મુખ્ય સૂત્રધાર મનીષાની અટકાયત

અટલ સમાચાર, ડેસ્ક ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં રાજકીય અગ્રણી જયંતી ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે ગુજરાત રેલવે પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર એવા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની રેલવે પોલીસે ઉત્તરપ્રદેશના અલ્હાબાદના એક આશ્રમમાંથી ધરપકડ કરી છે. રેલવે પોલીસ બંનેને આવતી કાલે ગુજરાત લાવશે.
 
બ્રેકિંગ@ગુજરાત: ચકચારી જયંતી ભાનુશાળી કેસમાં મુખ્ય સૂત્રધાર મનીષાની અટકાયત

અટલ સમાચાર, ડેસ્ક

ભૂજ પાસે સયાજી એક્સપ્રેસમાં રાજકીય અગ્રણી જયંતી ભાનુશાળીની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારે ગુજરાત રેલવે પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર એવા બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની રેલવે પોલીસે ઉત્તરપ્રદેશના અલ્હાબાદના એક આશ્રમમાંથી ધરપકડ કરી છે. રેલવે પોલીસ બંનેને આવતી કાલે ગુજરાત લાવશે.

બ્રેકિંગ@ગુજરાત: ચકચારી જયંતી ભાનુશાળી કેસમાં મુખ્ય સૂત્રધાર મનીષાની અટકાયત

જયંતિ ભાનુશાલીની હત્યાના કેસમાં તેના ભત્રીજા દ્વારા પાંચ લોકો પર રેલવેમાં ફરિયાદ નોધવામાં આવી હતી. જેમાં વાપીની મહિલા મનીષા ગોસ્વામી, ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, સુરજીત ભાઉ અને તેના સાગરિતો, જયંતી ઠક્કર ઉર્ફે ડુમરા, પત્રકાર ઉમેશ પરમાર સામે ફરિયાદ કરવામાં આવી હતી. છબીલ પટેલ સહિતના તમામ આરોપીઓ પકડાઈ ગયા હતા, પરંતુ જયંતી ભાનુશાળીની હત્યા બાદ મનીષા ગોસ્વામી અને સુરતજીત ભાઉ ભૂગર્ભમાં જતા રહ્યાં હતા. પોલીસ લાંબા સમયથી બંનેને શોધી રહી હતી.

જયંતી ભાનુશાળીના મર્ડરમાં મહત્વનો રોલ ભજવનાર મનીષા ગોસ્વામી

જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ સૌથી પહેલા મનીષા ગોસ્વામી પર આંગળી ચિંધાઈ હતી. કારણ કે મનીષાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ પણ કરી હતી. જો કે મામલો ઘણો ચગ્યા બાદ અંતે સમાધાન થયું હતું અને ફરિયાદ પાછી ખેંચવામાં આવી હતી. જો કે હવે જયંતિ ભાનુશાળીની હત્યા થતાં સૌથી પહેલા મનીષા સામે શંકા ઉપજી રહી છે. અત્યંત વિવાદાસ્પદ ઈતિહાસ ધરાવતી મનીષા ગોસ્વામી મૂળ વાપીની વતની છે. આમ તો તે પરીણિત છે અને બે સંતાનોની માતા છે.

જયંતિ ભાનુશાળી સાથે શું હતાં સંબંધો?

મનીષા અને જયંતિ ભાનુશાળી વચ્ચેના સંબંધોની વાત કરીએ તો થોડા વર્ષ પહેલા જયંતિ ભાનુશાળીના પુત્રનું અકસ્માતમાં નિધન થયું હતું. તે સમયે જયંતિ ભાનુશાળી અને મનીષા ગોસ્વામી એકબીજાની નજીક આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો સમય જતાં બન્ને વચ્ચે પ્રેમ થયો અને શારીરિક સંબંધ પણ બંધાયા. આ જ સમયગાળા દરમિયાન જયંતિ ભાનુશાળી કચ્છના અબડાસા બેઠક પરથી ધારાસભ્ય બન્યાં. ધારાસભ્ય બનતા જયંતી ભાનુશાળીએ મનીષા ગોસ્વામીનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યુ.