બ્રેકિંગ@ગુજરાત: હજી ઘણા કોંગી ધારાસભ્યોના રાજીનામા પડશે: નીતિન પટેલ

અટલ સમાચાર, ગાંધીનગર ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રવિવારે કૉંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ સોમવારે ડાંગ ના ધારાસભ્ય મંગળ ગાવિતએ પણ રાજીનામું આપતાં ગુજરાત કૉંગ્રેસમાં અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાં અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે
 
બ્રેકિંગ@ગુજરાત: હજી ઘણા કોંગી ધારાસભ્યોના રાજીનામા પડશે: નીતિન પટેલ

અટલ સમાચાર, ગાંધીનગર

ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રવિવારે કૉંગ્રેસના 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ સોમવારે ડાંગ ના ધારાસભ્ય મંગળ ગાવિતએ પણ રાજીનામું આપતાં ગુજરાત કૉંગ્રેસમાં અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્યોએ આપેલા રાજીનામાં અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. આ ઉપરાંત નીતિન પટેલે દાવો કર્યો કે, હજુ પણ ઘણા ધારાસભ્યો ભાજપના સંપર્ક છે અને આજે પણ કૉંગ્રેસના બીજા ધારાસભ્યોના રાજીનામા પડી શકે છે. કૉંગ્રેસના રાજ્યસભા ઉમેદવારનો કારણે ઊભી થયેલા અસંતોષનું આ પરિણામ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પાછળનું કારણ પાર્ટીની અંદરનો જૂથવાદ છે. તેમના આંતરિક જૂથવાદ સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. કૉંગ્રેસના કેટલાક લોકોને સાચવવામાં આવતા હતા તેથી સ્વાભાવિક રીતે અસંતોષ ઊભો થયો છે જેના કારણે ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કૉંગ્રેસને ધારાસભ્યોનું વિશ્વાસ સંપાદન કરતાં પણ આવડ્યું નહીં. નીતિન પટેલે દાવો કર્યો છે કે, ભાજપનું નેતૃત્વ અને કામગીરી જોઈ કૉંગ્રેસ છોડી ચૂકેલા ધારાસભ્યો પક્ષમાં જોડાયા ઉત્સુક છે. બીજા પણ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપ સરકાર ગુજરાતના લોકો માટે કામ કરી રહી છે. વિકાસ કરવો હોય તો સારા સંપર્ક હોવા જોઈએ.

બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, ડાંગના ધારાસભ્યના રાજીનામાની વિગતો મને મળી છે. વિધાનસભા અધ્યક્ષને તે અંગેની માહિતી હશે. કૉંગ્રેસના રાજ્યસભા ઉમેદવારની હુંસાતુંસીના કારણે કૉંગ્રેસના ધારાસભ્યો નારાજ હોય એવું લાગી રહ્યું છે. રાજ્યની જનતા કૉંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. કેટલાક કૉંગ્રેસના ધારાસભ્યો સંપર્ક વિહોણાં છે. મારું માનવું છે કે રિસોર્ટમાં લઈ ગયેલા કૉંગ્રેસના ધારાસભ્યો પણ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારને મત આપી શકે છે. કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રૂપિયા આપ્યા છે. તેથી કૉંગ્રેસે ભાજપ પર દોષારોપણ કરવાની જરૂર નથી.