બ્રેકીંગ@ગુજરાતઃ જૂનાગઢમાં આ વર્ષે નહીં યોજાય મીનીકુંભ મેળો

અટલ સમાચાર, ડેસ્ક આખું વર્ષ માત્ર ગુજરાત જ નહીં પણ વિશ્વભરના લોકો આ મીનીકુંભની રાહ જોતા હોય છે. જૂનાગઢવાસીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યો છે. આ વર્ષે ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મિનિ કુંભ મેળો યોજાશે નહીં. ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રીનો પરંપરાગત મેળો યોજાય છે. જેમાં લાખો ભાવિકો ઉમટી પડે છે. ત્યારે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા
 
બ્રેકીંગ@ગુજરાતઃ જૂનાગઢમાં આ વર્ષે નહીં યોજાય મીનીકુંભ મેળો

અટલ સમાચાર, ડેસ્ક

આખું વર્ષ માત્ર ગુજરાત જ નહીં પણ વિશ્વભરના લોકો આ મીનીકુંભની રાહ જોતા હોય છે. જૂનાગઢવાસીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યો છે. આ વર્ષે ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મિનિ કુંભ મેળો યોજાશે નહીં. ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રીનો પરંપરાગત મેળો યોજાય છે. જેમાં લાખો ભાવિકો ઉમટી પડે છે. ત્યારે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ મેળાને લઘુ કુંભ મેળો જાહેર કર્યો હતો અને રૂ. 15 કરોડની ગ્રાન્ટ આપી હતી.

પરંતુ આ વર્ષે શિવરાત્રીનો મેળો તો યોજાશે પરંતુ લઘુ કુંભ મેળો યોજાશે નહીં. જેની સામે ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોવાળાએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યો છે. તો બીજી તરફ જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી એ પણ સરકાર ઉપર પ્રહાર કર્યા અને કહ્યું કે ગત વર્ષે ચુંટણી આવતી હતી એટલે જુનાગઢવાસીઓના મત મેળવવા માટે લઘુ કુંભ મેળો જાહેર કર્યો હતો. અને રૂપિયા 15 કરોડની ગ્રાન્ટમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે આખું વર્ષ માત્ર ગુજરાત જ નહીં પણ વિશ્વભરના લોકો આ મીનીકુંભની રાહ જોતા હોય છે. દેશ વિદેશથી પ્રવાસીઓ પાંચ દિવસના મીની કુંભને જોવા માટે કિડીયારૂની માફક ઉમટી પડે છે. જેમાં લોકોની સંખ્યા પણ ગત્ત વર્ષ કરતાં રેકોર્ડબ્રેક હોય છે. ઉપરથી ભક્તજનોના ઘોડાપુર સાથે પ્રસાદ માટે પણ ભીડ ઉમટી પડે છે. રવેડીને જોવા માટે તો ચોથા દિવસે જ લાઈનો લાગવા લાગે છે. ત્યારે મીની કુંભ ગણાતા શિવરાત્રીના મેળો જો નહીં યોજાય તો લોકો અચૂક નિરાશ થશે તે પણ માનવું રહ્યું.