બ્રેકિંગ@ગુજરાત: ‘મહા’ ચક્રવાત ઉપર નેવી, એરફોર્સ અને આર્મીની બાજ નજર

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં ‘મહા’ ચક્રવાત ઉપર ગુજરાત બાજ નજર રાખીને બેઠુ છે. બચાવની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. NDRF આર્મી, નેવી, એરફોર્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. NDRFની 35 ટીમ, એરફોર્સનાં 10 હેલિકોપ્ટર, નેવીનાં 4 અને કોસ્ટગાર્ડનાં 8 જહાજો તૈયાર છે. રાજ્ય સરકારે અન્ય રાજ્યમાંથી NDRFની ટીમોને બોલાવી હતી. પંજાબથી 6 ટીમને બોલાવવામાં
 
બ્રેકિંગ@ગુજરાત: ‘મહા’ ચક્રવાત ઉપર નેવી, એરફોર્સ અને આર્મીની બાજ નજર

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ‘મહા’ ચક્રવાત ઉપર ગુજરાત બાજ નજર રાખીને બેઠુ છે. બચાવની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. NDRF આર્મી, નેવી, એરફોર્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. NDRFની 35 ટીમ, એરફોર્સનાં 10 હેલિકોપ્ટર, નેવીનાં 4 અને કોસ્ટગાર્ડનાં 8 જહાજો તૈયાર છે. રાજ્ય સરકારે અન્ય રાજ્યમાંથી NDRFની ટીમોને બોલાવી હતી. પંજાબથી 6 ટીમને બોલાવવામાં આવી હતી જ્યારે દિલ્હીમાંથી પણ 6 ટીમ બોલાવાઈ હતી. પુનાથી 6 ટીમ આવી પહોંચી છે અને રાજસ્થાની 2 ટીમ બોલાવવામાં આવી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બ્રેકિંગ@ગુજરાત: ‘મહા’ ચક્રવાત ઉપર નેવી, એરફોર્સ અને આર્મીની બાજ નજર
File Photo

રાજ્ય સરકારે અન્ય રાજ્યમાંથી NDRFની ટીમોને બોલાવી હતી. કુલ મળીને NDRFની 35 ટીમોની મદદ લેવાઇ છે. 17 ટીમોને સોરાષ્ટ્રમાં મોકલાઇ છે. 2 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.એનડીઆરએફની ટીમોને દિલ્હી અને પૂનાથી એરલિફ્ટ કરવામાં આવી હતી. એનડીઆરએફના જવાનો અમદાવાદ અને જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. રાજ્ય સરકારે આર્મી, નેવી અને એરફોર્સની ય મદદ લીધી છે. આર્મીની 10 કોલમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જયારે એરફોર્સના 10 હેલિકોપ્ટર આકસ્મિક મદદ માટે સજજ કરાયાં છે.

નેવીના ચાર જહાજો અને કોસ્ટગાર્ડના 8 જહાજો દરિયાની સમગ્ર સ્થિતિ પર નજર રાખી રાખી રહ્યાં છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. અત્યારે દરિયામાં મહા વાવાઝોડુ 670 કીમી દૂર છે ત્યારે રાજ્ય સરકારે આ કુદરતી આપદાનો સામનો કરવા તમામ તૈયારીઓ કરી લીધી છે.