બ્રેકિંગ@ગુજરાત: 2022 ચૂંટણી પૂર્વે નવા-જુનીના એંધાણ, કોંગ્રેસના દિગ્ગજો AAPના સંપર્કમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી સક્રિય બનતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના અમુક ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સંપર્કમાં સંપર્કમાં આવી રહ્યા છે. પાર્ટીમાં નેતૃત્તવને લઈને અસમંજસની સ્થિતી જોવા મળી રહી છે. જેને કારણે કોંગ્રેસ નેતાઓ નારાજ છે, સાથેજ તેઓ પોતાની કારકિર્દી બચાવાના મૂડમાં આવી ગયા
 
બ્રેકિંગ@ગુજરાત: 2022 ચૂંટણી પૂર્વે નવા-જુનીના એંધાણ, કોંગ્રેસના દિગ્ગજો AAPના સંપર્કમાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી સક્રિય બનતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના અમુક ધારાસભ્યો આમ આદમી પાર્ટીના સંપર્કમાં સંપર્કમાં આવી રહ્યા છે. પાર્ટીમાં નેતૃત્તવને લઈને અસમંજસની સ્થિતી જોવા મળી રહી છે. જેને કારણે કોંગ્રેસ નેતાઓ નારાજ છે, સાથેજ તેઓ પોતાની કારકિર્દી બચાવાના મૂડમાં આવી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો સતત આપના નેતાઓના સંપર્કમાં આવી રહ્યા છે. તેવી માહિતી સામે આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે અસમંજસની પરિસ્થીતી છે. જેના કારણે નેતાઓમાં નારજગી જોવા મળી રહી છે. કોંગ્રેસમાં સતત અનિર્ણાયકતાને લઈને સીનિયર નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. પહેલા તો કોંગ્રેસને ભાજપ સામે પડકાર રહેતો હતો. પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રસને આપ સામે પણ પડકારો મળી રહ્યા છે.

બ્રેકિંગ@ગુજરાત: 2022 ચૂંટણી પૂર્વે નવા-જુનીના એંધાણ, કોંગ્રેસના દિગ્ગજો AAPના સંપર્કમાં
File Photo

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જોકે આ બધા વચ્ચે એક વાતતો ચોક્કસ નક્કી છે, કે હાલ રાજ્યમાં ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. જેથી આપના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના અમુક નેતા સામેથી આપનો સંપર્ક સાંધી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પહેલા હવે પોતાની કારકિર્દી બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને પાર્ટીમાં અનિર્ણાયકતાને લઈને સિનિયર નેતાઓમાં નારજગી જોવા મળી રહી છે. જેથી હવે ગુજરાત કોંગ્રેસમાં ચિંતાના વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.