બ્રેકિંગ@ગુજરાત: અમુલ દૂધમાં લીટરે રૂ. 2 ભાવ વધ્યા, કોરોનામાં મોંઘવારીનો માર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજ્યમાં સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પિસાઈ રહેલી પ્રજા માટે આવતીકાલથી વધુ એક ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના 500 ગ્રાની થેલીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. જે મુજબ આવતીકાલથી
 
બ્રેકિંગ@ગુજરાત: અમુલ દૂધમાં લીટરે રૂ. 2 ભાવ વધ્યા, કોરોનામાં મોંઘવારીનો માર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં સામાન્ય વ્યક્તિને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પિસાઈ રહેલી પ્રજા માટે આવતીકાલથી વધુ એક ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના 500 ગ્રાની થેલીના ભાવમાં 1 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. જે મુજબ આવતીકાલથી અમુલે 1 લીટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે અમૂલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. હાલમાં મોંઘવારીના ઊંચા દર વચ્ચે સામાન્ય માણસને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ગૃહિણીઓના બજેટ ખોરવાઈ રહ્યાં છે ત્યારે વધુ એક વધારો પ્રજાની કમર તોડી નાખશે. સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં અસહ્ય ભાવ વધારો થયો છે ત્યારે આ ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થયો છે. ટ્રાન્સપોર્ટેશનમાં વધારાને કારણે અમૂલે દૂધની વિવિધ બ્રાન્ડના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.