બ્રેકિંગ@ગુજરાત: આસારામ કેસમાં 12 વર્ષથી નાસતો ફરતો સાધક સંજુ વૈદ નાસિકથી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આસારામ કેસમાં અમદવાદ ક્રાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. આસારામનો 12 વર્ષથી ભાગતો ફરતો સાધક સંજુ વૈદ ઝડપાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સંજુ વૈદ નાસિકથી ઝડપી પાડ્યો છે. સંજુ વૈદ રાજુ ચાંદક પર 3 રાઉન્ડ ફાયરિંગના કેસમાં વોન્ટેડ હતો. રાજુ ચાંદક આશારામ વિરૂદ્ધ બોલતો હોવાથી સંજુ વૈદે
 
બ્રેકિંગ@ગુજરાત: આસારામ કેસમાં 12 વર્ષથી નાસતો ફરતો સાધક સંજુ વૈદ નાસિકથી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આસારામ કેસમાં અમદવાદ ક્રાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. આસારામનો 12 વર્ષથી ભાગતો ફરતો સાધક સંજુ વૈદ ઝડપાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સંજુ વૈદ નાસિકથી ઝડપી પાડ્યો છે. સંજુ વૈદ રાજુ ચાંદક પર 3 રાઉન્ડ ફાયરિંગના કેસમાં વોન્ટેડ હતો. રાજુ ચાંદક આશારામ વિરૂદ્ધ બોલતો હોવાથી સંજુ વૈદે તેના પર ફાયરિંગ કર્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આસારામ કેસમાં રાજુ ચાંદક આસારામ અને આસારામ આશ્રમ વિરૂદ્ધ નિવેદનો આપતો હતો. જેના કારણે આસારામે પોતાના ફાયનાન્સરને રાજુ ચાંદકની સોપારી આપી તેની હત્યા કરવાના આદેશ આપ્યા હતા. આસારામની સૂચનાથી ફાયનાન્સર કે.ડી. પટેલે રાજુ ચાંદક હત્યા કરવા એક લાખ રૂપિયાની સોપારી આપી હતી. તારીખ 5 ડીસેમ્બર 2009ના રોજ રાજુ ચાંદક બાપુનગરથી સાબરમતી તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શાર્પ શૂટરે તેના પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને ગંભીર ઈજાઓ પહોચાડી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પુરાવા એકત્ર કરી કે.ડી. પટેલની ધરપકડ કરી હતી, જયારે આ કેસમાં સંડોવાયેલો સંજુ વૈદ ફરાર થઇ ગયો હતો અને પોલીસથી બચવા ભાગતો ફરતો હતો.