બ્રેકિંગ@ગુજરાતઃ કારકૂનની પરિક્ષા ધો.12 પાસ આપી શકશે, 17 નવેમ્બરે લેવાશે

અટલ સમાચાર, ગાંધીનગર તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કારકૂન, આસિસ્ટની પરિક્ષા ગુજરાત સરકાર દ્વારા રદ્દ કરી લાયકાત વધારી દેવામાં આવી હતી. આથી ધો.12 પાસ ઉમેદવારો બિન સચિવાલયની પરિક્ષા આપી શકશે તેવુ સરકારે જણાવતા ઘણા સમયથી મહેનત કરી રહેલા પરિક્ષાર્થીોને થોડેક અંશે રાહત મળી છે. 20 ઓક્ટોમ્બરે બિન સચિવાલયની પરિક્ષા યોજાવાની હતી. જે એકાએક રાજ્ય સરકારે
 
બ્રેકિંગ@ગુજરાતઃ કારકૂનની પરિક્ષા ધો.12 પાસ આપી શકશે, 17 નવેમ્બરે લેવાશે

અટલ સમાચાર, ગાંધીનગર

તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળની કારકૂન, આસિસ્ટની પરિક્ષા ગુજરાત સરકાર દ્વારા રદ્દ કરી લાયકાત વધારી દેવામાં આવી હતી. આથી ધો.12 પાસ ઉમેદવારો બિન સચિવાલયની પરિક્ષા આપી શકશે તેવુ સરકારે જણાવતા ઘણા સમયથી મહેનત કરી રહેલા પરિક્ષાર્થીોને થોડેક અંશે રાહત મળી છે.

20 ઓક્ટોમ્બરે બિન સચિવાલયની પરિક્ષા યોજાવાની હતી. જે એકાએક રાજ્ય સરકારે રદ્દ કરી દીધી હતી. અને જેમાં ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારોની લાયકાત લાગુ કરી હતી. જેથી ધો.12 પાસ લાખો વિદ્યાર્થીઓ સહિત પરિક્ષાર્થીઓ અને વાલીઓમાં ગુજરાતભરમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઠેર-ઠેર રોષ જોઈ સરકારને આખરે ઝૂકવું પડ્યું છે. આથી 16 ઓક્ટોબરે નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજી મુલતવી રાખેલ બિન સચિવાલય કારકૂન સહિતની જગ્યાઓ ઉપર જૂના નોટીફિકેશન મુજબ તમામ વિદ્યાર્થીઓને પરિક્ષા આપવાની તક અપાશે તેમ જણાવ્યું હતું. તેમજ 17 નવેમ્બરે ગૌણ સેવા પરિક્ષા મંડળની લેખિત પરિક્ષાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 3,700થી વધુ જગ્યાઓ બિન સચિવાલયની જાહેર થઈ હતી. જેમાં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઉમેદવારી કરી હતી. જેમાં ધો.12 પાસ ઉમેદવારોની સંખ્યા પણ લાખોમાં હોઈ રોષ ભભૂક્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓના રોષને જોઈ સરકારે એક તક આપવાનો નિર્ણય કરવો પડ્યો છે.