બ્રેકિંગ@ગુજરાત: બિનસચિવાલય પરીક્ષા રદ્દ , ગેરરીતિ થઈ હોવાનું સરકારે સ્વીકાર્યું

અટલ સમાચાર,મહેસાણા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાનો SITએ સ્વીકાર કર્યો છે. પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાનું SITની તપાસમાં ખૂલ્યું છે. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી
 
બ્રેકિંગ@ગુજરાત: બિનસચિવાલય પરીક્ષા રદ્દ , ગેરરીતિ થઈ હોવાનું સરકારે સ્વીકાર્યું

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાનો SITએ સ્વીકાર કર્યો છે. પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાનું SITની તપાસમાં ખૂલ્યું છે.

આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની લેબોરેટરી દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સી.સી.ટી.વીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને જવાબો લખતા જોવા મળ્યા હતા. FSL રિપોર્ટ આવ્યા બાદ એસઆઈટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રદિપસિંહે જણાવ્યું, 6 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી છે ગેરરિતીની ફરિયાદ કેટલાક લોકો એ કરી SITની રચના કરી હતી. પેપર લીક થયાની ઘટના બની છે કે કેમ તે મુદ્દે તપાસ કરાવી હતી વિંદ્યાર્થીઓને અન્યાય ના થાય તે માટે એફએસએલ દ્વારા તમામ પુરાવાઓ ની ચકાસણી કરાઇ SITનો અહેવાલ સી.એમને સોપાયો હતો SITનાં સભ્યો સાથે ભૂપેનદ્ર સિંહ ચૂડાસમા , નિતીન પટેલ , CM રૂપાણી, અધિક સચિવ કૈલાષનાથન , મુખ્ય સચિવ અનિલ મુકીમ વગેરે એ બેઠક કરી હતી. જેમણે ગેરરિતી કરી છે તેઓ આવી કોઇ પરીક્ષાના આ વિદ્યાર્થી ઓ બેસી નહી શકે FIR પણ દાખલ થશે.

તેમણે ઉમેર્યુ કે SITના રિપોર્ટના આધારે વધુ FIR થશે અને ત્રણ વર્ષ સુધી આવા વિદ્યાર્થીઓ પરીક્ષામાં નહી બેસી શકે જે કેન્દ્રો ઉપર આવી ઘટનાઓ બની છે તે સંસ્થાઓ નો આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ મા ઉપયોગ નહી કરવા કરવા નો નિર્ણય જેઓ આમા સંડોવાયેલા કે મેળાપીપણુ હશે તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરાશે પેપર લીક કેવી રીતે થયું કોનો ઉપયોગ થયો તેની તપાસ થશે રાજ્યનાં ATSને પણ આમા જોડીને ભવિષ્યમાં પણ આવું કૃત્ય કરવા કોઇના પ્રેરાય તે માટે પ્રયાસ કરાશે.