બ્રેકિંગ@ગુજરાત: કોરોના કહેર વધતાં લોકડાઉન લાગશે કે નહીં ? જાણો શું કહ્યું મુખ્યમંત્રીએ ?

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના પ્રકોપને રોકવા માટે કડક લોકડાઉનની આવશ્યકતા છે એવું મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠકમાં સાફ શબ્દોમાં કહ્યું હતુ. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ આ માટે રવિવારે બેઠક પણ બોલાવી છે અને તેમા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાઈ જશે એ લગભગ નક્કી છે. મહારાષ્ટ્રના પગલે ગુજરાતમાં પણ લોકડાઉન લગાવી દેવાશે એવી
 
બ્રેકિંગ@ગુજરાત: કોરોના કહેર વધતાં લોકડાઉન લાગશે કે નહીં ? જાણો શું કહ્યું મુખ્યમંત્રીએ ?

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના પ્રકોપને રોકવા માટે કડક લોકડાઉનની આવશ્યકતા છે એવું મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠકમાં સાફ શબ્દોમાં કહ્યું હતુ. આ સાથે ઉદ્ધવ ઠાકરેએ આ માટે રવિવારે બેઠક પણ બોલાવી છે અને તેમા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાઈ જશે એ લગભગ નક્કી છે. મહારાષ્ટ્રના પગલે ગુજરાતમાં પણ લોકડાઉન લગાવી દેવાશે એવી અફવા શરૂ થઈ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં હાલ કોઈ લોકડાઉનની વિચારણા નથી અને કેસો વધી રહ્યા હોવા છતાં લોકડાઉન નહીં લગાવાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે પણ કોરોનાના દર્દીની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે. રાજ્ય રકાર કોરોનાને કારણે થતાં મૃત્યુના આંકડા છુપાવતી હોવાના આક્ષેપોને પણ તેમણે નકારી કાઢ્યા. તેમણે કહ્યું કે, કોરોનાને કારણે થતાં મૃત્યુની ગણતરીમાં આઈ.સી.એમ.આર.ની માર્ગદર્શિકા મુજબ કો-મોર્બિડ દર્દીનાં મૃત્યુના પ્રાઈમરી અને સેકન્ડરી કારણો જોઈને તેમનું મૃત્યુ કોરોનાથી થયું કે કેમ તે નક્કી કરવામાં આવે છે.

આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, કોરોના વકરી રહ્યો છે તેના કારણે ગંભીર સંજોગો સર્જાયા છે પણ ગુજરાત સરકાર સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનો વિચાર કરી રહી નથી એવું સ્પષ્ટ શબ્દોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું. કોરોનાના દર્દીઓને ચેપ લાગ્યો હોવાનું વહેલું ડિટેક્ટ કરી શકાય અને લોકોના જીવ બચાવી શકાય તે માટે વિજય રૂપાણીએ શનિવારે 20 નવા ધન્વન્તરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન દેશના કોઈપણ રાજ્ય પાસે ઉપલબ્ધ ન હોય તેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યના નિષ્ણાત ડોક્ટરોના મત મુજબ 14 દિવસનું લોકડાઉનની જરૂર છે જ્યારે મુખ્ય પ્રધાન માત્ર આઠ દિવસના લોકડાઉન મૂકવા પર વિચારી રહ્યા છે. આઠ દિવસ બાદ ધીમે-ધીમે લોકડાઉનને હળવું કરાશે એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.