બ્રેકિંગ@હિંમતનગર: 4 સભ્યોએ આયોજન પુર્ણ કરતા 7ના કચેરીમાં જ ધરણાં

અટલ સમાચાર, હિંમતનગર હિંમતનગર તાલુકા પંચાયતમાં આજે આયોજન કમિટીની બેઠક બાદ ભારે હોબાળો મચી ગયાનું સામે આવ્યુ છે. બહુમતી સભ્યોની ગેરહાજરી વચ્ચે કરોડોના કામોની ભલામણ સ્વિકાર કરવામાં આવતાં ઉગ્ર રોષ બન્યો છે. 7 સભ્યો તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર પાસે જ ધરણાં ઉપર બેસી ગયા છે. અવિશ્વાસનો સામનો કરતાં પ્રમુખે અધ્યક્ષપદ લઇ મોટાભાગના કામો ભાજપ સર્મથિત
 
બ્રેકિંગ@હિંમતનગર: 4 સભ્યોએ આયોજન પુર્ણ કરતા 7ના કચેરીમાં જ ધરણાં

અટલ સમાચાર, હિંમતનગર

હિંમતનગર તાલુકા પંચાયતમાં આજે આયોજન કમિટીની બેઠક બાદ ભારે હોબાળો મચી ગયાનું સામે આવ્યુ છે. બહુમતી સભ્યોની ગેરહાજરી વચ્ચે કરોડોના કામોની ભલામણ સ્વિકાર કરવામાં આવતાં ઉગ્ર રોષ બન્યો છે. 7 સભ્યો તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બર પાસે જ ધરણાં ઉપર બેસી ગયા છે. અવિશ્વાસનો સામનો કરતાં પ્રમુખે અધ્યક્ષપદ લઇ મોટાભાગના કામો ભાજપ સર્મથિત લઇ કોંગી સભ્યોની ભલામણ સાઇડ કર્યાના આક્ષેપ સાથે વહીવટી અને રાજકીય ઘમાસાણ ઉભુ થયુ છે.

બ્રેકિંગ@હિંમતનગર: 4 સભ્યોએ આયોજન પુર્ણ કરતા 7ના કચેરીમાં જ ધરણાં

સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર તાલુકા પંચાયતમાં રાજકીય સત્તાધિશોનો દબદબો વહીવટ ઉપર ઉભો થયાનો આક્ષેપ થયો છે. આયોજન કમિટીની બેઠકમાં શરૂઆતથી જ નારાજ 7 સભ્યોની ગેરહાજરી રહી છે. જોકે અધિકારી અને 4 રાજકીય સભ્યોએ બેઠક આટોપી 1 કરોડ 20 લાખના કામોની ભલામણ સ્વિકારી લીધી છે. જેના વિરોધમાં જીલ્લા પંચાયતમાં ચુંટાયેલા 6 સહિત આયોજન કમિટીના 7 કોંગેસી સભ્યોએ ભારે રોષ વચ્ચે તાલુકા પંચાયતમાં જ ધરણાં શરૂ કરી દીધા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે પરંતુ પ્રમુખ બાગી બની ભાજપ સમર્થિત બની ગયા છે. આવી સ્થિતિમાં આયોજનમાં મોટાભાગના કામો ભાજપી ધારાસભ્ય અને જીલ્લા પંચાયતના 2 ભાજપી સદસ્યો દ્રારા સુચવેલા સ્વિકાર થતાં હોવાનો આક્ષેપ છે. જેમાં બહુમતી કોંગી સભ્યોના કામોની અવગણના થતી હોઇ આજે ગેરહાજર રહી બેઠક નિષ્ફળ કરવા મથામણ કરી હતી. જોકે 2 અધિકારી અને 4 સભ્યો મળીને 6 થઇ જતાં બેઠક સફળ કરી દેતા રોષ ફાટી નિકળ્યો છે.

અવિશ્વાસુ પ્રમુખ બેઠકમાં અધ્યક્ષ કેવી રીતે બની શકે ? કોંગી સભ્યો

સમગ્ર મામલે આયોજન કમિટીના સભ્યોના નાતે જીલ્લા પંચાયતના 6 ડેલીકેટોએ બેઠકની સફળતા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં હાલના તાલુકા પંચાયત પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત હોવા છતાં અધ્યક્ષ કેવી રીતે બની ગયા ? બેઠક નોન-કોરમ થતી હોવા છતાં કોરમ કઇ રીતે કરી દીધી ? અમારા કામોની ભલામણ કેમ અવગણવામાં આવે છે ?

અવિશ્વાસની દરખાસ્ત રદ્દબાતલ થઇ છે: તાલુકા વિકાસ અધિકારી

આ તરફ તાલુકા વિકાસ અધિકારીએ બેઠકની સામે ઉભા થયેલ ગંભીર સવાલો સામે સભ્યોને ક્લિનબોલ્ડ આપતા જવાબો રજૂ કર્યા છે. જેમાં અવિશ્વાસની દરખાસ્તમાં 2 સભ્યોની સહિ ગેરકાયદેસર હોઇ રકાસ થયો છે. જ્યારે બેઠક કરવા મિનિમમ 6 સભ્યો ઉપસ્થિત હોઇ આયોજન સમિતીની બેઠક સફળ કરી છે. કુલ 1 કરોડ 20 લાખના કામોની ભલામણ સ્વિકાર્યા બાદ પાત્રતામાં આવશે તેને મંજૂરી મળશે.