બ્રેકિંગ@હિંમતનગર: સભ્યોની ગંભીર રજૂઆત, ધારાસભ્ય અને TDO મનસ્વી

અટલ સમાચાર, હિંમતનગર હિંમતનગર તાલુકા પંચાયતમાં બુધવારે આયોજન કમિટીની બેઠક સામે ગંભીર આક્ષેપો ઉભા થયા બાદ મામલો વધુ ગરમાયો છે. નારાજ સભ્યોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આયોજન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારીએ એકતફરી મનસ્વી નિર્ણય કરી કામકાજ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. જીલ્લા પંચાયતના કુલ 6 સભ્યોએ બેઠકનું કામકાજ
 
બ્રેકિંગ@હિંમતનગર: સભ્યોની ગંભીર રજૂઆત, ધારાસભ્ય અને TDO મનસ્વી

અટલ સમાચાર, હિંમતનગર

હિંમતનગર તાલુકા પંચાયતમાં બુધવારે આયોજન કમિટીની બેઠક સામે ગંભીર આક્ષેપો ઉભા થયા બાદ મામલો વધુ ગરમાયો છે. નારાજ સભ્યોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આયોજન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારીએ એકતફરી મનસ્વી નિર્ણય કરી કામકાજ કર્યુ હોવાનો આક્ષેપ કર્યો છે. જીલ્લા પંચાયતના કુલ 6 સભ્યોએ બેઠકનું કામકાજ કાયદા વિરૂધ્ધ ગણાવી રદ્દ કરવા સાથે નવિન મિટીંગ બોલાવવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@હિંમતનગર: સભ્યોની ગંભીર રજૂઆત, ધારાસભ્ય અને TDO મનસ્વી

સાબરકાંઠા જીલ્લાની હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા વચ્ચે પ્રમુખના વલણથી રાજકીય ઘમાસાણ ઉગ્ર બન્યુ છે. શરૂઆતથી જ બેઠક સામે અવિશ્વાસ પ્રગટ કર્યો છતાં ટીડીઓ અને ધારાસભ્ય સહિતનાએ બેઠકમાં કોરમ કરી કામકાજ પુર્ણ કર્યુ હતુ. જેના વિરોધમાં 6 સભ્યોએ ધરણાં ઉપર બેઠા બાદ લેખિત રજૂઆત કરી છે. જેમાં આયોજન સમિતીનું કામકાજ રદ્દ કરી ફરીથી બેઠક બોલાવવા કહ્યુ છે. જો તેમ નહિ થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાંની ચિમકી આપી છે.

બ્રેકિંગ@હિંમતનગર: સભ્યોની ગંભીર રજૂઆત, ધારાસભ્ય અને TDO મનસ્વી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સભ્યોની રજૂઆતમાં સૌથી વધુ ગંભીર આક્ષેપ ટીડીઓ અને ધારાસભ્ય વિરૂધ્ધ થયો છે. જેમાં બંનેએ મનસ્વી નિર્ણય કરી, કોરમ કરી સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામકાજ કર્યાનું જણાવ્યુ છે. આવી સ્થિતિમાં ભાજપી ધારાસભ્ય અને વહીવટી અધિકારી સામેના આક્ષેપ તાલુકા માટે ચોંકાવનારા બની ગયા છે. ઉલ્લેખનિય છે કે, ધરણાં બાદ સભ્યો લેખિત રજૂઆત કરવા જતા કોઇ અધિકારી નહિ મળતાં ભારે દોડધામને અંતે આજે રજૂઆત કરી હોવાનું કદોલી સીટના સભ્યએ જણાવ્યુ હતુ.