બ્રેકિંગ@કડી: આદુંદરા નર્મદા કેનાલમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લાના કડી તાલુકાની આદુંદરા ગામની કેનાલમાં અજાણી યુવતિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. કેનાલમાં યુવતિની લાશ મળી આવી હોવાની વાતની જાણ પોલીસને થતા રેન્જ આઈજી,એસપી અને ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કડીના આદુદરા ગામ પાસેની નર્મદા કેનાલના પાળા પરથી અજાણી યુવતીનો
 
બ્રેકિંગ@કડી: આદુંદરા નર્મદા કેનાલમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લાના કડી તાલુકાની આદુંદરા ગામની કેનાલમાં અજાણી યુવતિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. કેનાલમાં યુવતિની લાશ મળી આવી હોવાની વાતની જાણ પોલીસને થતા રેન્જ આઈજી,એસપી અને ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

બ્રેકિંગ@કડી: આદુંદરા નર્મદા કેનાલમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર

કડીના આદુદરા ગામ પાસેની નર્મદા કેનાલના પાળા પરથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો મૃતદેહ પ્રથમ શંકાસ્પદ હાલત મળી આવ્યો હોવાથી રેન્જ આઈજી,એસપી અને ડીવાયએસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ યુવતીના પરિવારજનોની શોધ ખોળ શરૂ કરવામાં આવી હતી. અજાણી યુવતી કઈ રીતે અહીં મૃત હાલતમાં પહોંચી તે અંગે તપાસ કરવા માટે FSL અને ડોગ સ્કવૉડ સહીતની ટીમ બોલાવવામાં આવી હતી. તેમજ મૃતદેહની પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી.

બ્રેકિંગ@કડી: આદુંદરા નર્મદા કેનાલમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર
Advertisement