બ્રેકિંગ@કાંકેરજ: મોડલ સ્કુલમાં ધો-10ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝબ્બે

અટલ સમાચાર,મહેસાણા કાંકરેજ તાલુકાના મુખ્યમથક શિહોરી ખાતેથી ધોરણ-10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થીએ પોતાની જગ્યાએ ડમી વિદ્યાર્થીને પરિક્ષા આપવા મોકલ્યો હતો. આજે અચાનક પરીક્ષાખંડમાં ચેકિંગ દરમ્યાન સુપરવાઇઝરને આશંકા જતાં તપાસ કરી હતી. જેમાં પુછપરછને અંતે વિદ્યાર્થી ડમી હોવાનું સામે આવતા શિક્ષણાધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
બ્રેકિંગ@કાંકેરજ: મોડલ સ્કુલમાં ધો-10ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝબ્બે

અટલ સમાચાર,મહેસાણા

કાંકરેજ તાલુકાના મુખ્યમથક શિહોરી ખાતેથી ધોરણ-10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો હોવાનું સામે આવ્યુ છે. વિદ્યાર્થીએ પોતાની જગ્યાએ ડમી વિદ્યાર્થીને પરિક્ષા આપવા મોકલ્યો હતો. આજે અચાનક પરીક્ષાખંડમાં ચેકિંગ દરમ્યાન સુપરવાઇઝરને આશંકા જતાં તપાસ કરી હતી. જેમાં પુછપરછને અંતે વિદ્યાર્થી ડમી હોવાનું સામે આવતા શિક્ષણાધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્યમથક શિહોરીની મોડલ સ્કુલ રતનપુરાથી ધોરણ-10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. અતુંબિયા ભરતજી નામના વિદ્યાર્થીએ પરીક્ષા માટે ફોર્મ ભર્યુ હતુ. જેમાં આજે શિહોરીની મોડલ સ્કુલ રતનપુરામાં સામાજીક વિજ્ઞાનના પેપરમાં અતુંબિયા ભરતજીની જગ્યાએ ભારમલજી ઠાકોર નામનો ડમી વિદ્યાર્થી પરિક્ષા આપતા આબાદ ઝડપાઇ ગયો હતો.

બ્રેકિંગ@કાંકેરજ: મોડલ સ્કુલમાં ધો-10ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી ઝબ્બે
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અંતુબિયા ભરતજીનો નંબર શિહોરીની મોડલ સ્કુલ રતનપુરામાં આવ્યો હતો. જોકે આજે સામાજિક વિજ્ઞાનનું પેપર અંતુબિયા ભરતજીની જગ્યાએ અન્ય ડમી વિદ્યાર્થી કોની દોરવણીથી આવી ગયો તે તપાસનો વિષય બન્યો છે. સમગ્ર મામલે હકીકતના વિદ્યાર્થી અંતુબિયા ભરતજી સામે સૌથી મોટા સવાલો ઉભા થયા છે.