બ્રેકિંગ@કાંકરેજ: ઠાકોર સમાજમાં સૌપ્રથમ કોરોના દર્દી, ચેપ શોધવા મથામણ

અટલ સમાચાર, કાંકરેજ બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ એક પોઝીટીવ કેસ આવ્યો છે. ઠાકોર સમાજમાં સૌપ્રથમ કોરોના દર્દી સામે આવતાં દોડધામ મચી ગઇ છે. કાંકરેજ પંથકના 60 વર્ષના દર્દીને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આથી પાટણ અને બનાસકાંઠા જિલ્લા આરોગ્યમાં વિગતો નોંધાઇ રહી છે. સૌથી મોટી વાત છે કે, 60 વર્ષના દર્દીને કોરોના સંક્રમણ ક્યાંથી
 
બ્રેકિંગ@કાંકરેજ: ઠાકોર સમાજમાં સૌપ્રથમ કોરોના દર્દી, ચેપ શોધવા મથામણ

અટલ સમાચાર, કાંકરેજ

બનાસકાંઠા જિલ્લામાં આજે વધુ એક પોઝીટીવ કેસ આવ્યો છે. ઠાકોર સમાજમાં સૌપ્રથમ કોરોના દર્દી સામે આવતાં દોડધામ મચી ગઇ છે. કાંકરેજ પંથકના 60 વર્ષના દર્દીને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આથી પાટણ અને બનાસકાંઠા જિલ્લા આરોગ્યમાં વિગતો નોંધાઇ રહી છે. સૌથી મોટી વાત છે કે, 60 વર્ષના દર્દીને કોરોના સંક્રમણ ક્યાંથી આવ્યું તે શોધવા મથામણ શરૂ થઈ છે.

કાંકરેજ તાલુકાના કાકર ગામે કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. ગત 14 મે ના દિવસે ચાવડા ઝેણાજી સોનાજીના કોરોના મામલે સેમ્પલ લેવાયા હતા. જેમાં આજે પોઝીટીવ આવતાં તાત્કાલિક અસરથી પાટણ નજીક ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ તરફ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય દ્વારા ઝેણાજીના પરિવારનો સંપર્ક કરી સંક્રમણ શોધવા કવાયત શરૂ થઈ છે. જેમાં દર્દીને અસ્થમા બિમારી હોવાનું પણ જાણમાં આવ્યું છે. કાંકરેજ પંથકમાં કોરોના પોઝીટીવ આવ્યા બાદ ઠાકોર સમાજનો સૌપ્રથમ કેસ બન્યો છે. આવી સ્થિતિમાં ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવું અત્યંત મહત્વનું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રેડ ઝોન બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજમાં સૌપ્રથમ કોરોના કેસ આવતાં સંબંધિતો, મિત્રો અને શુભેચ્છકો સહિતના કોરોના વાયરસના સંક્રમણ બાબતે ચિંતાતુર બની રહ્યા છે. જિલ્લામાં કેસોની સંખ્યા વધી રહી હોઇ ઓરેન્જ અને ગ્રીન ઝોન વધુ દૂર થતા જાય છે.