બ્રેકિંગ@ખેડા: કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 5 લોકોના ઘટના સ્થળે જ મોત

અટલ સમાચાર, ડેસ્ક ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માત સર્જાવાની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠાં થયા હતા. અને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના
 
બ્રેકિંગ@ખેડા: કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 5 લોકોના ઘટના સ્થળે જ મોત

અટલ સમાચાર, ડેસ્ક

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં લક્ઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માત સર્જાવાની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠાં થયા હતા. અને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ  પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

બ્રેકિંગ@ખેડા: કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 5 લોકોના ઘટના સ્થળે જ મોત

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ નજીક રવિવારે એક લક્ઝરી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. સેવાલિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. અકસ્માતને પગલે માર્ગ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસે નિયમનની કામગીરી હાથ ધરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

બ્રેકિંગ@ખેડા: કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 5 લોકોના ઘટના સ્થળે જ મોત

સુત્રોના જણાવ્યા પ્રમાણે લક્ઝરી બસ અને કાર વચ્ચે ભયાનક ટક્કર થઇ હતી. જેના પગલે કારનો ભુક્કા બોલાઇ ગયા હતા. બીજી તરફ લક્ઝરી બસનો આગળનો ભાગ પણ તૂટી ગયો હતો. કારમાં સવાર લોકોનો કારમાં જ ફસાઇ ગયા હતા. સ્થાનિક લોકોએ કારનો ઉપરનો ભાગ તોડીને કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાના પગલે રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી.