બ્રેકિંગ@ખેડબ્રહ્મા: બાળકોને ઉપાડવા આવ્યા રાજસ્થાનના અધિકારીઓ, પોલીસ દોડી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) રાજસ્થાનના સરહદી વિસ્તારમાં બાળ તસ્કરી થતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. આથી યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવા જતાં રાજસ્થાનના અધિકારીઓ છેક ગુજરાત સુધી પહોંચી ગયા હતા. આમાં પણ ખેડબ્રહ્મા પહોંચી બાળકોને ઉપાડવા જતાં દોડધામ મચી ગઇ હતી. લોકોએ શોરબકોર મચાવતાં પોલીસ આવી હતી. જેમાં રાજસ્થાનથી આવેલા અધિકારીઓ હદ ભૂલી
 
બ્રેકિંગ@ખેડબ્રહ્મા: બાળકોને ઉપાડવા આવ્યા રાજસ્થાનના અધિકારીઓ, પોલીસ દોડી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

રાજસ્થાનના સરહદી વિસ્તારમાં બાળ તસ્કરી થતી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. આથી યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવા જતાં રાજસ્થાનના અધિકારીઓ છેક ગુજરાત સુધી પહોંચી ગયા હતા. આમાં પણ ખેડબ્રહ્મા પહોંચી બાળકોને ઉપાડવા જતાં દોડધામ મચી ગઇ હતી. લોકોએ શોરબકોર મચાવતાં પોલીસ આવી હતી. જેમાં રાજસ્થાનથી આવેલા અધિકારીઓ હદ ભૂલી ગયાનો ઘટસ્ફોટ થતાં ભોંઠા પડ્યા હતા.

બ્રેકિંગ@ખેડબ્રહ્મા: બાળકોને ઉપાડવા આવ્યા રાજસ્થાનના અધિકારીઓ, પોલીસ દોડી

રાજસ્થાન બાળ સંરક્ષણ અને અધિકારની ટિમ અચાનક ખેડબ્રહ્મા પહોંચી હતી. બાળ તસ્કરી રોકવાની કાર્યવાહી કરતાં કરતાં ગુજરાત રાજ્યના ખેડબ્રહ્મા આવ્યા હતા. પોતાનું રાજ્ય સમજી જ્યાં દેખાય ત્યાં બાળકોને ઉપાડવા લાગ્યા હતા. અજાણ્યા ઈસમો બાળકો ઉપાડી જતાં હોવાનું સમજી સ્થાનિકોને હોબાળો મચાવ્યો હતો.
મામલો બીચકતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પહોંચતાં મોટો ઘટસ્ફોટ થયો હતો.

બ્રેકિંગ@ખેડબ્રહ્મા: બાળકોને ઉપાડવા આવ્યા રાજસ્થાનના અધિકારીઓ, પોલીસ દોડી

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલાક બાળકો ખેડબ્રહ્મા બસસ્ટેન્ડ પાસે ખાનગી જીપમાં બેઠેલ હતા. આ દરમ્યાન રાજસ્થાનથી આવેલા અધિકારીઓ બાળકોને પકડી પોતાની ગાડીમાં બેસાડતાં હતા. જેથી સ્થાનિકોએ રકઝક કરતાં મામલો બિચક્યો હતો. આ વખતે કોઈએ પોલીસને જાણ કરતાં જે બહાર આવ્યું તે ચોંકાવનારૂ બન્યું હતું. સરકારી ફરજમાં રાજસ્થાનના અધિકારીઓ પોતાના રાજ્યની હદ ભૂલી છેક ગુજરાતના સાબરકાંઠા જિલ્લા સુધી પહોંચી ગયા હતા.

બોક્સ: જાણો સમગ્ર ઘટનાક્રમ

રાજસ્થાનાં બાળ સંરક્ષણ અને અધિકાર વિભાગના ચાર અધિકારીઓને સ્થાનિક લોકો પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. જ્યાં અધિકારીઓની ટીમે બાળ સંરક્ષણ અને અધિકાર વિભાગ રાજસ્થાનના માણસો હોવાનું જણાવતાં મામલો થાળે પડ્યો હતો. જોકે ઘટનાને પગલે અધિકારીઓ ભોંઠા પડ્યા બાદ વિલા મોંઢે પરત ફર્યા હતા.