બ્રેકિંગ@કચ્છ: ફરી એકવાર 2.7ની તીવ્રતાનો ભૂકંપ, રાપરથી 24 કીમી દૂર એપી સેન્ટર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કચ્છમાં ફરી ધરા ધ્રૂજી છે. કચ્છમાં આજે સવારે 9:02 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઇ છે. ભૂકંપનું એપી સેન્ટર રાપર થી 24 કીમી દૂર નોંધાયું છે. રાહતના સમાચાર એ છે કે, આમાં કોઇ નુકસાનના સમાચાર નથી. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની
 
બ્રેકિંગ@કચ્છ: ફરી એકવાર 2.7ની તીવ્રતાનો ભૂકંપ, રાપરથી 24 કીમી દૂર એપી સેન્ટર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છમાં ફરી ધરા ધ્રૂજી છે. કચ્છમાં આજે સવારે 9:02 મિનિટ ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 નોંધાઇ છે. ભૂકંપનું એપી સેન્ટર રાપર થી 24 કીમી દૂર નોંધાયું છે. રાહતના સમાચાર એ છે કે, આમાં કોઇ નુકસાનના સમાચાર નથી. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ લોકોમાં મનમાં ભય જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, નવી દિલ્હી સહિત દેશના ઘણા વિસ્તારોમાં કુલ 965 ભૂકંપ આવ્યા હતા, જે ખૂબ જ મોટો છે. આંકડો. ચોંકાવનારી બાબત એ છે કે દેશની રાજધાની નવી દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં 13 આંચકા અનુભવાયા હતા અને તે બધાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ કરતા વધારે હતી.