બ્રેકિંગ@માલપુર: ધારાસભ્ય સહિત 4 સામે ગુનો દાખલ, ઈસમને માર માર્યાનો આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, માલપુર માલપુરમાં નાગરિક બેંકની સાધારણ સભામાં હોબાળા બાદ હવે ધારાસભ્ય સહિત ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાતાં હડકંપ મચી ગયો છે. શનિવારે સાંજે નાગરિક બેંકની સાધારણ સભામાં ભાજપ યુવા મોરચાના મહામંત્રીને સસ્પેન્ડ કરતાં માથાકૂટ થઇ હતી. જે બાદમાં બાયડ-માલપુરના ધારાસભ્ય, ધારાસભ્યના પુત્ર અને અન્ય ઇસમોએ મહામંત્રીને ગડદાપાટુનો માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ
 
બ્રેકિંગ@માલપુર: ધારાસભ્ય સહિત 4 સામે ગુનો દાખલ, ઈસમને માર માર્યાનો આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, માલપુર

માલપુરમાં નાગરિક બેંકની સાધારણ સભામાં હોબાળા બાદ હવે ધારાસભ્ય સહિત ચાર સામે પોલીસ ફરીયાદ નોંધાતાં હડકંપ મચી ગયો છે. શનિવારે સાંજે નાગરિક બેંકની સાધારણ સભામાં ભાજપ યુવા મોરચાના મહામંત્રીને સસ્પેન્ડ કરતાં માથાકૂટ થઇ હતી. જે બાદમાં બાયડ-માલપુરના ધારાસભ્ય, ધારાસભ્યના પુત્ર અને અન્ય ઇસમોએ મહામંત્રીને ગડદાપાટુનો માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ ફરીયાદમાં કરવામાં આવ્યો છે. આ તરફ શનિવારે મહામંત્રી સારવાર અર્થે ખસેડ્યા બાદ છેક આજે સોમવારે ધારાસભ્ય સહિત કુલ ચાર વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@માલપુર: ધારાસભ્ય સહિત 4 સામે ગુનો દાખલ, ઈસમને માર માર્યાનો આક્ષેપ

અરવલ્લી જીલ્લાના માલપુર-બાયડના કોંગ્રેસી ધારાસભ્ય જશુભાઇ પટેલ સામે ફરીયાદ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. ગત શનિવારે માલપુરમાં નાગરિક બેન્કની સાધારણ સભામાં જેસિંગપુરના ભાજપ યુવા મોરચા મહામંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદમાં મહામંત્રીએ મને કેમ સસ્પેન્ડ કર્યાનું પૂછતાં માલપુર-બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જસુભાઇ પટેલ, તેમના પુત્ર અને અન્ય શખ્સે ભાજપ કાર્યકરને થપ્પડ માર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. આ સાથે ગડદાપાટુનો માર મારી ગળામાંથી સોનાની ચેઇન અને રોકડ રકમની લૂંટનું પણ ફરીયાદમાં લખાવતાં ચકચાર મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શનિવારે સાંજે બનેલી ઘટનામાં આજે ધારાસભ્ય સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે ધારાસભ્યએ જણાવ્યું કે, ભાજપ દ્વારા મને બદનામ કરવા કાવતરૂ ઘડાઇ રહ્યું છે. કશ્યપ પટેલ નાગરિક બેંકના કોઈ સભાસદ નથી. જેનાથી તેને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પૂર્વ ધારાસભ્ય દ્વારા મારી જીત તેમનાથી સહન ના થતાં ખોટા વિડીયો બનાવીને વાયરલ કરાઇ રહ્યા છે. આ તરફ સમગ્ર ઘટનાક્રમને અંતે આજે બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ, તેમના પુત્ર નિશ્ચલ પટેલ, તેમના ભાઇ અરવિંદભાઇ શિવાભાઇ પટેલ અને રશ્મિકાંત ઉર્યે પ્યારે અમૃતભાઇ પટેલ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. માલપુર પોલીસે તમામ સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 394, 427, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બ્રેકિંગ@માલપુર: ધારાસભ્ય સહિત 4 સામે ગુનો દાખલ, ઈસમને માર માર્યાનો આક્ષેપ