બ્રેકીંગ@માલપુર: ગંજબજારમાં ખેડૂતો ઉમટ્યા, ટ્રેક્ટરોની હારમાળાનો વિડીયો આવ્યો

અટલ સમાચાર,માલપુર કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે માલપુર માર્કેટયાર્ડમાં ખેડૂતો માલ વેચવા ઉમટી પડ્યા છે. લોકડાઉનના પ્રથમ તબક્કામાં ગંજબજારો બંધ હોવાથી ખેડૂતો મુંઝાયા હતા. જોકે લોકડાઉનના બીજા તબક્કામાં સરકારે શરતોને આધિન ખરીદ-વેચાણ કરવાની મંજૂરી આપી છે. જેને લઇ માલપુરમાં કોરોના વાયરસના ભય વચ્ચે ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા હતા. જેને લઇ ગંજ પાસે ટ્રેક્ટરોની
 
બ્રેકીંગ@માલપુર: ગંજબજારમાં ખેડૂતો ઉમટ્યા, ટ્રેક્ટરોની હારમાળાનો વિડીયો આવ્યો

અટલ સમાચાર,માલપુર

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે માલપુર માર્કેટયાર્ડમાં ખેડૂતો માલ વેચવા ઉમટી પડ્યા છે. લોકડાઉનના પ્રથમ તબક્કામાં ગંજબજારો બંધ હોવાથી ખેડૂતો મુંઝાયા હતા. જોકે લોકડાઉનના બીજા તબક્કામાં સરકારે શરતોને આધિન ખરીદ-વેચાણ કરવાની મંજૂરી આપી છે. જેને લઇ માલપુરમાં કોરોના વાયરસના ભય વચ્ચે ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં ઉમટી પડ્યા હતા. જેને લઇ ગંજ પાસે ટ્રેક્ટરોની હારમાળા જોવા મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના માલપુર ગંજબજાર પાસે માલ વેચવા આવેલા ખેડૂતોનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ખેડૂતો મોટી સંખ્યામાં માલ વેચવા ગંજબજાર પહોંચ્યા હતા. નોંધનિય છે કે, કોરોનાને લઇ લોકડાઉનના પ્રથમ તબક્કામાં ગુજરાતભરના ગંજબજારો બંધ રહ્યા હતા. જોકે બીજી વખતના લોકડાઉની શરૂઆતમાં જ પાક ઉત્પાદન તૈયાર હોઇ વેચાણની મુશ્કેલી ઉભી થઇ હતી. જેને લઇ સરકારે ખરીદ-વેચાણ કરવાની શરતોને આધીન મંજૂરી આપી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, માલપુર ગંજબજારની બહાર ટ્રેક્ટરોની હારમાળાનો વિડીયો સામે આવ્યો છે. ગત દિવસોએ તૈયાર થયેલો માલ આજે માલપુર પંથકના ખેડૂતો વેચાણ કરવા ગંજબજાર પહોંચ્યા હતા. જોકે કોરોના વચ્ચે કાળજીને બદલે પાક વેચવા તલપાપડ બનેલા ખેડૂતોના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. નોંધનિય છે કે, માલપુર તાલુકામાં ઘઉંનું ઉત્પાદન મોટાપ્રમાણમાં થયુ છે.