બ્રેકિંગ@મહેસાણા: બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી 9 બાળકો ફરાર, તપાસ શરૂ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી એકસાથે નવ બાળકો ફરાર થવાની ઘટનાની ખળભળાટ મચી ગયો છે. ઓબ્ઝર્વેશનના સંચાલક અને ગાર્ડને રૂમમાં પુરી બાળકો ફરાર થઇ ગયા હતા. નાસ્તો કરવા બહાર લાવ્યા દરમ્યાન બનેલી ઘટનાની શહેરભરમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મહેસાણા શહેર બી.ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના
 
બ્રેકિંગ@મહેસાણા: બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી 9 બાળકો ફરાર, તપાસ શરૂ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના બાળ ઓબ્ઝર્વેશન હોમમાંથી એકસાથે નવ બાળકો ફરાર થવાની ઘટનાની ખળભળાટ મચી ગયો છે. ઓબ્ઝર્વેશનના સંચાલક અને ગાર્ડને રૂમમાં પુરી બાળકો ફરાર થઇ ગયા હતા. નાસ્તો કરવા બહાર લાવ્યા દરમ્યાન બનેલી ઘટનાની શહેરભરમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મહેસાણા શહેર બી.ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની રાધનપુર ચોકડી પાસે આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાં જુદા-જુદા ગુનામાં સંડોવાયેલા બાળકોને રાખવામાં આવે છે. આજે સવારે 9 બાળકોને નાસ્તો કરવા બહાર લાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન પુર્વતૈયારીના ભાગરૂપે ગુજરાતના 2 બાળકો સહિત 9 બાળકોને સંચાલક અને ગાર્ડને રૂમમાં પુરી દીધા હતા. સંચાલક અને ગાર્ડ પર હુમલો કરી બાળકો ફરાર થઇ જતાં બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.