બ્રેકિંગ@મહેસાણા: ચોરી-મારામારીના 5 આરોપી સહિત કુલ 6 કેસ પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં કોરોનાએ કહેર વરસાવ્યો હોય તેમ આજે બીજા 6 કેસ પોઝિટીવ સામે આવ્યા છે. લાંઘણજ પોલીસ સ્ટેશનના 5 આરોપીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ મહેસાણા તાલુકાના છઠીયારડા ગામે પણ 1 કોરોનાનો નવો કેસ નોંધાતા છઠીયારડામાં અત્યાર સુધી 6 કેસ પોઝિટીવ સામે આવ્યા છે. આરોપીઓના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા લાંઘણજ પોલીસ
 
બ્રેકિંગ@મહેસાણા: ચોરી-મારામારીના 5 આરોપી સહિત કુલ 6 કેસ પોઝિટીવ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં કોરોનાએ કહેર વરસાવ્યો હોય તેમ આજે બીજા 6 કેસ પોઝિટીવ સામે આવ્યા છે. લાંઘણજ પોલીસ સ્ટેશનના 5 આરોપીઓનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ મહેસાણા તાલુકાના છઠીયારડા ગામે પણ 1 કોરોનાનો નવો કેસ નોંધાતા છઠીયારડામાં અત્યાર સુધી 6 કેસ પોઝિટીવ સામે આવ્યા છે. આરોપીઓના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા લાંઘણજ પોલીસ સ્ટેશનને કોરોન્ટાઇન કરવામાં આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં જાણે કોરોનાએ તબાહી મચાવી છે. ગઇકાલે 5 કેસ પોઝિટીવ આવ્યા બાદ આજે વધુ 6 કેસ સામે આવ્યા છે. ગત દિવસોએ લાંઘણજ પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં L & T કંપનીના સ્ટોર ઉપર ચોરી કરનારા ધાધુસણ ગામના 7 આરોપીમાંથી 4 ઇસમોનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ ચલુવા ગામમાં મારામારીના કેસના 2 આરોપી પૈકી 1નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે છઠીયારડા ગામે પણ 1 કેસ સામે આવતા મહેસાણામાં આજે કુલ 6 કેસ પોઝિટીવ નોંધાયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા તાલુકાના છઠીયારડા ગામે અગાઉ 5 કેસ સામે આવ્યા હતા. જોકે આજે અન્ય 1 કેસ નોંધાતા છઠીયારડામાં કુલ 6 કેસ નોંધયા છે. આ તરફ 5 આરોપીઓનો પણ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં લાંઘણજ પોલીસ સ્ટેશનને કોરોન્ટાઇન કરવામાં આવી શકે છે. આ સાથે આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવનારા તમામની શોધખોળ હાથ ધરાઇ છે.

આજે નોંધાયેલા કેસની વિગત

  • આશિક હેમતાજી ઠાકોર
  • સુરેશ કાબાજી ઠાકોર
  • ભરત નટુજી ઠાકોર
  • શિવાજી બાબુજી ઠાકોર
  • ઠાકોર ભરતજી વલમાજી
  • અન્ય એક છઠીયારડામાં પોઝિટીવ કેસ