બ્રેકિંગ@મહેસાણા: મહેશ બાદ ભાઇ નરેશ કનોડિયાનું પણ નિધન, સમાજે ગુમાવી સંગીત બેલડી

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું આજે સવારે નિધન થયુ છે. ગત દિવસોએ તેઓ કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમ્યાન તેમને વેન્ટિલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, રવિવારે જ તેમના મોટાભાઈ અને જાણીતા સંગીતકાર મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. આજે સવારે 9 કલાકે તેમણે
 
બ્રેકિંગ@મહેસાણા: મહેશ બાદ ભાઇ નરેશ કનોડિયાનું પણ નિધન, સમાજે ગુમાવી સંગીત બેલડી

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું આજે સવારે નિધન થયુ છે. ગત દિવસોએ તેઓ કોરોના સંક્રમિત થયા બાદ સારવાર દરમ્યાન તેમને વેન્ટિલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. નોંધનિય છે કે, રવિવારે જ તેમના મોટાભાઈ અને જાણીતા સંગીતકાર મહેશ કનોડિયાનું પણ નિધન થયું હતું. આજે સવારે 9 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 77 વર્ષીય નરેશ કનોડિયાની સારવાર યૂ.એન.મહેતા હોસ્પિટલમાં ચાલી રહી હતી. મહેશ કનોડિયા બાદ નરેશ કનોડિયાનું પણ નિધન થતાં સમાજે સંગીત બેલડી ગુમાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા તાલુકાના કનોડા ગામના વતની અને દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયા કોરોના સંક્રમિત બન્યા છે. હાલ ગાંધીનગર સેક્ટર-૮માં રહેતાં 77 વર્ષિય નરેશ કનોડિયા કોરોના સંક્રમિત બનતાં તેમને સારવાર અર્થે યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ તરફ આજે સવારે તેમનું ઓક્સિજન લેવલ ઓછુ થતાં તાત્કાલિક તેમને વેન્ટિલેટર ઉપર ખસેડાયા હતા. આ તરફ છેલ્લાં કેટલાક સમયથી બિમાર મહેશભાઇ કનોડિયાનું પણ રવિવારે નિધન થયુ હતુ. પરિવારજનો હજી મહેશભાઇના નિધનના શોકમાં બહાર આવે તે પહેલા આજે સવારે નરેશ કનોડિયાના નિધનથી પરિવાર સહિત સમાજને મોટી ખોટ પડી છે.

બ્રેકિંગ@મહેસાણા: મહેશ બાદ ભાઇ નરેશ કનોડિયાનું પણ નિધન, સમાજે ગુમાવી સંગીત બેલડી
File Photo

ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ-મહેશની જોડી પ્રખ્યાત હતી. નરેશ કનોડિયાને ગુજરાતી ફિલ્મ જગતમાં મિલેનીયમ સ્ટાર તરીકે ઓળખવામાં આવતા હતા. નરેશ કનોડિયાએ 40 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે ફિલ્મો કરી છે. તેમણે 125 ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

બ્રેકિંગ@મહેસાણા: મહેશ બાદ ભાઇ નરેશ કનોડિયાનું પણ નિધન, સમાજે ગુમાવી સંગીત બેલડી
File Photo

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર નરેશ કનોડિયાને શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે), શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81), દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે), શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે), શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે) એનાયત કરવામાં આવ્યા છે.

નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળેલો છે. 2012માં ભારતીય સિનેમા જગતને સો વર્ષ પૂર્ણ થયા પ્રસંગે મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનું અને વિનોદ ખન્ના જેવા ભારતીય સીને જગતના મહારથીઓની સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયાના અનન્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.