બ્રેકિંગ@મહેસાણા: 25 લાખની લૂંટમાં મોટી સફળતાં, કાર સાથે રાજસ્થાનની બિશ્નોઇ ગેંગનો ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) આરોપી ઇસમ વેપારીની જ કાર લઇ તેની નંબર પ્લેટ બદલીને નિકળ્યો હોવાનો ઘટસ્ફોટ, બિશ્નોઇ ગેંગનો એક ઇસમ ઝડપાયો, અન્ય 2 આરોપીને પકડી લેવા કવાયત ઉનાવા નજીકથી તાજેતરમાં વેપારીનું અપહરણ કરી 25 લાખની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના ઇસમોને દબોચી લીધા છે. વિગતો મુજબ અગાઉ ઉનાવા પાસેથી
 
બ્રેકિંગ@મહેસાણા: 25 લાખની લૂંટમાં મોટી સફળતાં, કાર સાથે રાજસ્થાનની બિશ્નોઇ ગેંગનો ઇસમ ઝબ્બે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

આરોપી ઇસમ વેપારીની જ કાર લઇ તેની નંબર પ્લેટ બદલીને નિકળ્યો હોવાનો ઘટસ્ફોટ, બિશ્નોઇ ગેંગનો એક ઇસમ ઝડપાયો, અન્ય 2 આરોપીને પકડી લેવા કવાયત

ઉનાવા નજીકથી તાજેતરમાં વેપારીનું અપહરણ કરી 25 લાખની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના ઇસમોને દબોચી લીધા છે. વિગતો મુજબ અગાઉ ઉનાવા પાસેથી વેપારીને 3 ઇસમોએ મુસાફરના વેશમાં કારમાં બેસી લૂંટી લીધો હતો. જે બાદમાં જીલ્લાભરની પોલીસે ઇસમોને શોધવા કવાયતમાં લાગી હતી. આ તરફ મહેસાણા LCBએ ચોક્કસ બાતમી મેળવી ઇસમને એક કાર સાથે ઝડપી પાડ્યો હતો. જ્યાં તેની સઘન પુછપરછ દરમ્યાન ઇસમે પોતાના સાગરીતો સાથે મળી લૂંટને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યુ હતુ. જેમાં પોલીસે ઇસમને જે કાર સાથે ઝડપ્યો તે કાર વેપારીની જ હોવાનું ખુલ્યુ હતુ. જેથી ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય 2 ફરાર ઇસમોને શોધી કાઢવા તપાસ શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઉનાવા પાસે 7 સપ્ટેમ્બરના રોજ રમેશભાઇ ચૌધરી નામના વેપારીએ બંધક બનાવી લૂંટ ચલાવાઇ હતી. જેમાં રોકડ રકમ અને કાર સહિત 25 લાખથી વધુની લૂંટ મામલે ઉનાવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેથી મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે ઇસમોને ઝડપી લેવા સુચના આપી હતી. જેને લઇ LCB, SOG અને ઉનાવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની સાત જેટલી અલગ-અલગ ટીમો બનાવી ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ તરફ મહેસાણા LCB PI એ.એમ.વાળા દ્રારા PSI એસ.બી.ઝાલા, એ.કે.વાઘેલા અને એસ.ડી.રાતડા સહિતની ટીમ કવાયતમાં હતી.

આ દરમ્યાન LCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઊંઝા તરફથી એક સફેદ કલરની ગાડી શંકાસ્પદ હાલતમાં આવે છે. જેથી LCBએ ગાડીને રોકવાનો ઇશારો કરતાં ચાલકે કાર ઉભી નહીં રાખી ભગાડી મુકતાં LCBએ પણ ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો. જ્યાં એકાદ કિલોમીટર દૂર ઇસમને ઝડપી પાડી નામ પુછતાં પોતાનું નામ બિશ્નોઇ (ઇરામ) શ્રવણરામ ભવરારામ (ઉ.વ.27) રહે.મોડાથલી, તા.લુણી, જી.જોધપુર (રાજસ્થાન) વાળો હોવાનું કહ્યુ હતુ. જેથી પોલીસે કારના સાધનિક પુરાવાઓ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતાં વેપારીની કાર સહિત કિ.રૂ.5,00,700નો મુદ્દામાલ જપ્ત કરી મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા LCBની ટીમે ઝડપાયેલા ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી કડકાઇથી પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. જેમાં પોતે અને શ્રીરામ પાબુરામ બિશ્નોઇ (રહે.ડોલી, તા.લુણી, તા.પચપદરા અને ભાગીરથરામ બિશ્નોઇ (રહે.ભીયાસર, તા.ઓસીયા)એ ભેગા મળી આ લૂંટને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે ફરાર ઇસમો શ્રીરામ બિશ્નોઇ અને ભાગીરથરામ બિશ્નોઇને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. આ તરફ LCBની ટીમે લૂંટના ગણતરીના દિવસોમાં રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના ઇસમોને ઝડપી પાડ્યા છે.