બ્રેકિંગ@મહેસાણા: કોરોના સંક્રમણ રોકવા 22 એપ્રિલથી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા જીલ્લામાં વધતાં કોરોના કહેર વચ્ચે આજે લોકડાઉનને લઇ સૌથી મહત્વનો નિર્ણય લેવાયો છે. આજે પાલિકાના ટાઉનહોલમાં વેપારીઓ અને તંત્રને બેઠકમાં મહેસાણા શહેરની બજારો સળંગ 11 દિવસ માટે બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની ચેન તોડવા સ્વયંભૂ લોકડાઉન જરૂરી હોઇ આજે વિવિધ વેપારી એસોસિએશન દ્રારા આ નિર્ણય કરવામાં
 
બ્રેકિંગ@મહેસાણા: કોરોના સંક્રમણ રોકવા 22 એપ્રિલથી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં વધતાં કોરોના કહેર વચ્ચે આજે લોકડાઉનને લઇ સૌથી મહત્વનો નિર્ણય લેવાયો છે. આજે પાલિકાના ટાઉનહોલમાં વેપારીઓ અને તંત્રને બેઠકમાં મહેસાણા શહેરની બજારો સળંગ 11 દિવસ માટે બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની ચેન તોડવા સ્વયંભૂ લોકડાઉન જરૂરી હોઇ આજે વિવિધ વેપારી એસોસિએશન દ્રારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાં સળંગ 11 દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે. મહેસાણા નગરપાલિકા દ્વારા આજે બોલવાયેલી બેઠકમાં વિવિધ વેપારી એસોસિએશન સહિત તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં કોરોના સંક્રમણને વધુ ફેલાતું અટકાવા માટે 22 એપ્રિલ થી 2 મેં સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનું નક્કી કરાયુ છે. જોકે આ દિવસોમાં માત્ર મેડિકલ અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ સાથે 20 એપ્રિલ અને 21 એપ્રિલના રોજ મહેસાણા શહેરના બજારો સંપૂર્ણ દિવસ ચાલુ રહેશે તેમ પણ જણાવાયુ છે.

બ્રેકિંગ@મહેસાણા: કોરોના સંક્રમણ રોકવા 22 એપ્રિલથી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન, જાણો વધુ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે આજરોજ વેપારી અને તંત્રની બેઠક મળી હતી. છેલ્લાં કેટલાંય દિવસોએ મહેસાણા શહેરમાં કોરોનાના વધતાં કહેર વચ્ચે દરરોજ ત્રણ આંકડામાં નવા કેસો સામી આવી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો થયો હોઇ ચિંતાજનક સ્થિતિ બની હતી. જોકે હવે કોરોનાનું સકમણ અટકાવવા વેપારીઓ દ્વારા મહેસાણા શહેરનું બજાર સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

વિસનગરમાં ગુરૂવાર 22 એપ્રિલથી રવિવાર 25 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન

વિસનગર શહેર અને તાલુકામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. આ તરફ આજે વિસનગર શહેરના વેપારી મહામંડળના પ્રમુખ અને કોપરસિટી તેમજ અન્ય 50થી વધુ વેપારી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ હોઇ તેને રોકવા સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ ગુરૂવાર તા.22 એપ્રિલથી રવિવાર 25 એપ્રિલ સુધી વિસનગર શહેર અને કાંસા એનએ વિસ્તારના તમામ વેપારીઓ તેમના ધંધા-રોજગાર બંધ રાખશે. જોકે આ દરમ્યાન દૂધની દુકાન સવારે 5 થી 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનું નક્કી કરાયુ છે. આ સાથે મેડીકલ અને દવાખાના પણ ચાલુ રહેશે તેવો નિર્ણય લેવાયો છે.